આઇફોન 6: એપલનો નવો આઇફોન એર કોન્સેપ્ટ સ્માર્ટફોન
એપલના નેક્સ્ટ જનરેશન હાઇઇંડ સ્માર્ટફોન આઇફોન 6ને લઇને અનેક સમાચારો અને કોન્સેપ્ટ ડિઝાઇન પોપ્યુલર થઇ રહી છે. જો કેક, હજુ પણ આઇફોન 6ની ડિઝાઇન અંગે કોઇને ખાસ જાણકારી નથી, પરંતુ ઇટાલિયન એજન્સી સેટ સોલ્યુશને આઇફોન એર કોન્સેપ્ટ ડિઝાઇન કાઢી છે, જેમાં આઇફોન 6ને ફેંસી લુક સાથે સ્લીક ડિઝાઇન આપવામાં આવી છે. કોન્સેપ્ટ ફોન આઇફોન એરની સાઇઝ 6 એમએમ છે સાથે જ તેનો વજન માત્ર 70 ગ્રામ છે, જે કોઇપણ સ્માર્ટફોન કરતા ઘણો ઓછો છે.
ફીચર પર નજર ફેરવવામાં આવે તો એજન્સીના કોન્સેપ્ટ આઇફોન એરમાં ટચ આઇડી ફિંગરપ્રીન્ટ સ્કેનર સાથે 4 ઇન્ચની ફુલ એચડી સ્ક્રીન અને 64 બીટ ચિપસેટ, 2 જીબી રેમ આપવામાં આવી છે. આઇફોન એરમાં 16 જીબી, 32 જીબી અને 64 જીબી ઇન્ટરનલ મેમરી ઓપ્શન હશે. 12 મેગા પિક્સલના રિયર ફેસિંગ કેમેરા સાથે એરમાં મેટર ચેસિસ અને આઇઓએસ 7 વર્ઝન ઓએસ હશે. આશા રાખવામાં આવી રહી છે કે એપલ નવા આઇફોન 6ને સપ્ટેમ્બર 2014 સુધીમાં લોન્ચ કરી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આઇફોન એરમાં વધુ શું આપવામાં આવશે.

આઇફોનનું વજન
આઇફોન એરની લંબાઇ 6 એમએમ અને વજન 70 ગ્રામ છે જે આજકાલના સ્માર્ટફોન કરતા ઓછુ છે.

સૌથી સ્લીમ મોબાઇલ
આઇફોન એર જો માર્કેટમાં આવે છે તો તે અત્યારસુધીનો સૌથી સ્લીમ અને લાઇટવેટ ફોન હશે.

ટચઆઇડી ફિંગરપ્રીન્ટ સ્કેનર
આઇફોન એરમાં ટચઆઇડી ફિંગરપ્રીન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર 2014 સુધીમાં લોન્ચ
આશા રાખવામાં આવી રહી છે કે, આઇફોન એર સપ્ટેમ્બર 2014 સુધીમાં બજારમાં લોન્ચ થઇ જશે.

આઇફોનનો કેમેરા
આઇફોન એરમાં 12 મેગા પિક્સલના રિયર ફેસિંગ કેમેરા લાગેલા હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
