Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સેમસંગ USમાં આઇફોન 4 અને આઇપેડ પર પ્રતિબંધ મુકાવ્યો

i-phone-4
વૉશિંગ્ટન, 5 જૂન : અમેરિકામાં એપલના આઈફોન 4 અને આઈપેડ મોડેલ્સના વેચાણ પર યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ટરનેશનલ ટ્રેડ કમિશને (આઈટીસી) પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે કમિશને એવો ચુકાદો આપ્યો છે કે આના વેચાણથી સેમસંગના પેટન્ટ હકોનું ઉલ્લંઘન થાય છે.

એપલ ઉપર સેમસંગની આ જીતને આશ્ચર્યજનક ગણવામાં આવે છે. આઈટીસીએ આઈફોન 4, આઈફોન 3GS, આઈપેડ 3G અને આઈપેડ 2Gની આયાત કે વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેનું વિતરણ અમેરિકાની મોબાઈલ નેટવર્ક કંપની એટી એન્ડ ટી કરી રહી છે. આઈટીસીએ તેના ચુકાદામાં કહ્યું છે કે એપલના આ ઉત્પાદનો સેમસંગના ડેટા ટ્રાન્સમિશન પેટન્ટ હકનું ઉલ્લંઘન કરે છે.

સેમસંગે વર્ષ 2011માં આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેનો અત્યારે ચુકાદો આવ્યો છે. જો કે આને લીધે એપલના નવા આઈફોન અને આઈપેડ મોડેલ્સના વેચાણ પર કોઈ અસર નહીં પડે. એપલનો આઈફોન 4 અને 3G મોડેલ્સ અનુક્રમે બે અને ત્રણ વર્ષ જૂના થઈ ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X