IOC ગુજરાતમાં નવી રિફાઇનરી શરૂ કરશે

આ અંગે વધારે વિગતો આપતા 27 નવેમ્બર, 2012, મંગળવારના રોજ કંપનીએ જણાવ્યું કે "આઇઓસી તેની રિફાઇનિંગ ક્ષમતા બમણી કરવા માંગે છે. આયોજના અંતર્ગત તે ગુજરાતમાં નવી 15 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી રિફાઇનરી શરૂ કરવાનું આયોજન કરી રહી છે. ગુજરાતમાં નવી રિફાઇનરી શરૂ કરવાનું એક મુખ્ય કારણ ગુજરાતમાં સરળતાથી જમીનની ઉપલબ્ધતા છે."
ગુજરાતના દરિયાકાંઠે સ્થપાનારી રિફાઇનરી 13મી પંચવર્ષીય યોજના અંતર્ગત સ્થપાશે. આઇઓસી તેની કોયલી રિફાઇનરીની ક્ષમતા વધારીને 18 મિલિયન ટન કરવા માંગે છે. જ્યારે મથુરામાં આવેલી રિફાઇનરીની ક્ષમતા 8 મિલિયન ટનથી વધારીને 11 મિલિયન ટન કરવાનું આયોજન ધરાવે છે.
આઇઓસીના ડાયરેક્ટર (રિફાઇનરી) આર કે ઘોષે જણાવ્યું કે કંપનીએ એન્જિનીયર્સ ઓફ ઇન્ડિયા લિમિટેડને કનફિગરેશન અને લોકેશન સ્ટડી માટે કામ સોંપ્યું છે. આ તપાસ ચાલુ વર્ષે પૂરી થશે. ત્યાર બાદ કંપની વિસ્તૃત શક્યતાદર્શી અભ્યાસ કરાવીને રિપોર્ટ તૈયાર કરાવશે.
વર્તમાન સમયમાં આઇઓસી કુલ સાત રિફાનરીઓ ધરાવે છે. આ રિફાઇનરીઓની કુલ ક્ષમતા વાર્ષિક 54.2 મિલિયન ટનની છે. કંપની વર્ષ 2012-22 સુઘીમાં પોતાની ક્ષમતા વધારીને 100 મિલિયન ટન સુધી કરવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
