પોસ્ટ ઓફિસની વિવિધ સેવિંગ સ્કીમ્સમાં વ્યાજના દરો
જ્યારે પણ પર્સનલ ફાઇનાન્સની વાત આવે ત્યારે આર્થિક સુરક્ષા અને બચત સુરક્ષાનો વિચાર પહેલા આવે છે. વ્યક્તિએ કરેલી બચતનું યોગ્ય રીતે રોકાણ થાય અને તેમાંથી નિયમિત આવક મળે તેવા હેતુથી આવી બચત કરવામાં આવે છે. આ બાબતમાં વર્ષોથી ભારતીય ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ બચત યોજનાઓ લોકોની વિશ્વાસપાત્ર બચત યોજનાઓ બની છે.
પોસ્ટ ઓફિસ લોકોને શ્રેષ્ઠ બચત વિકલ્પો પૂરા પાડે છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ બેંકિંગ, વીમા અને ટપાલ સેવાઓ એક જ છતની નીચે પૂરી પાડે છે. તે લોકોને બચત અને રોકાણ કરવા માટે પણ પ્રેરે છે. પોસ્ટ ઓફિસમાં કરવામાં આવેલા રોકાણને સુરક્ષિત માનવામાં આવે છે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની કેટલીક આકર્ષક યોજનાઓ રોકાણકારોને કેટવો વ્યાજ દર ઓફર કરે છે.

રિકરિંગ ડિપોઝિટ સ્કીમ
વાર્ષિક 8.3 ટકા વ્યાજ
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજનામાં રોકાણની રકમની કોઇ મર્યાદા નથી. તે વાર્ષિક 8.3 ટકાનું વ્યાજ ઓફર કરે છે. તે ત્રિમાસિક ધોરણે મેળવી શકાય છે. તેમાં નોમિનેશન સુવિધા ઉપલબ્ધ છે.

ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ
મહત્તમ વાર્ષિક 8.4 ટકા વ્યાજ
આ યોજના હેઠળ 1, 2, 3 અને 5 વર્ષ માટે ટર્મ ડિપોઝિટ મૂકી શકાય છે. તેમાં અનુક્રમે 8.2 ટકા, 8.2 ટકા, 8.3 ટકા અને 8.4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. એક વર્ષ બાદ આ સ્કીમને બંધ કરવાની પણ સવલત છે. જો પાંચ વર્ષ માટે ડિપોઝિટ મૂકવામાં આવે તો ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી હેઠલ કરછૂટનો લાભ મળે છે.

મંથલી સેવિંગ સ્કીમ
વાર્ષિક 8.4 ટકા વ્યાજ
કોઇ પણ વ્યક્તિ ઓછામાં ઓછા રૂપિયા 1500ના ગુણાંકમાં વ્યક્તિગત કે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકે છે. તેનું વાર્ષિક 8.4 ટકાના દરે માસિક વ્યાજ મેળવી શકાય છે. જો કે હવે પહેલાની જેમ આ સ્કીમમાં પાકતી તારીખે બોનસનો લાભ મળતો નથી.

સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ્સ
વાર્ષિક 9.2 ટકા વ્યાજ
કોઇપણ વ્યક્તિ જે 60 વર્ષ પૂરા કરી ચૂકી હોય અથવા તો વીઆરએસ સ્કીમ હેઠળ રિટાયર્ડ થયેલી અને 55થી 60 વર્ષની વય ધરાવતી વ્યક્તિ તેમાં એકાઉન્ટ ખોલી શકે છે. તેમાં રૂપિયા 1000ના ગુણાંકમાં મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તેના પર વાર્ષિક 9.2 ટકાના ધોરણે દર ત્રણ મહિને વ્યાજ મળે છે. આ રોકાણ પાંચ વર્ષે પાકે છે. તેમાં પ્રિમેચ્યોરિટી ઓપ્શન પણ છે.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ
વાર્ષિક 8.7 ટકા વ્યાજ
એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા 500 અને મહત્તમ રૂપિયા એક લાખ સુધીની રકમ રોકી શકાય છે. તેના પર રોકાણ કારને વાર્ષિક 8.7 ટકાનું વ્યાજ મળે છે. તેના પર મળતું વ્યાજ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. તેની ખાસ બાબત એ છે કે ત્રણ વર્ષ પૂરાથયા બાદ તેના પર લોન લઇ શકાય છે. તેનું નકારાત્મક પાસું એ છે કે તેમાં પ્રિમેચ્યોર ક્લોઝર નથી.

નેશનલ સેવિંગ સ્કીમ
વાર્ષિક 8.5 ટકા વ્યાજ
પાંચ વર્ષની નેશનલ સેવિંગ સ્કીમ પર વાર્ષિક 8.5 ટકાના ધોરણે વ્યાજ મળે છે. તેના પર દર છ મહિને વ્યાજની ગણતરી કરવામાં આવે છે જો કે વ્યાજની રકમ પાકતી મુદતે જ મળે છે. 10 વર્ષની નેશનલ સેવિંગ સ્કીમમાં વાર્ષિક 8.8 ટકાના ધોરણે વ્યાજ મળે છે. તેમાં 80સી હેઠળ કર લાભ પણ મળે છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications