Intel Layoff: 18000 પરિવારની રોજીરોટી પર તરાપ મારશે ઇંટેલ કંપની
અમેરિકી ચિપ નિર્માતા કંપની ઇંટેલે ગુરુવારે ઘોષણા કરી કે તેઓ પોતાના ઓપરેશન્સને સ્મુધલી ચલાવવા માટે કૂલ સ્ટાફમાંથી 15 ટકાની કટૌતી કરશે. રિપોર્ટ્સ મુજબ ઇંટેલમાં હાલ 1 લાખ ચોવિસ હજાર કર્મચારીઓ કાર્યરત છે. એવામાં કંપનીની ઘોષણા મુજબ 18 હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

ખર્ચામાં 20 અબજ ડોલરનો કપાત કરશે કંપની
ઇંટેલ આ વર્ષના ખર્ચમાં 20 અબજ ડોલરની કટૌતી કરવાની યોજના પર વિચારી રહી છે. કંપનીને હાલના ક્વાર્ટરમાં 1.6 અબજ ડોલરનું નુકસાન થયું છે. કંપનીના સીઈઓ પૈટ ગેલસિંગરે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, 'અમે મુખ્ય ઉત્પાદન અને ટેક્નોલોજીમાં પ્રગતિ કરી છતાં, અમારા બીજા ક્વાર્ટરનું પ્રદર્શન ખાબ રહ્યું. બીજા હાફ માટેના વલણો અમારી અગાઉની અપેક્ષાઓ કરતાં વધુ પડકારજનક છે.' મુખ્ય નાણા અધિકારી ડેવિડ જિન્સનરે કહ્યું, 'અમારો ખર્ચો ઘટાડી અમે અમારા પ્રોફિટને શ્રેષ્ઠ અને અમારી બેલેન્સ શીટ મજબૂત કરવા માટે સક્રિય પગલાં ઉઠાવી રહ્યા છીએ.'
કંપનીએ ઇઝરાયેલમાં તેના રોકાણ પર પણ પ્રતિબંધ મૂક્યો
નુકસાનથી પરેશાન ઇંટેલે જૂન મહિનામાં ઘોષણા કરી હતી કે તે ઈઝરાયેલમાં એક પ્રમુખ ફેક્ટરીની પરિયોજનાના વિસ્તરણને અટકાવી રહી છે. ઈઝરાયેલમાં કંપની ચિપ પ્લાન્ટ માટે વધારાના 15 અબજ ડોલરની યોજના બનાવી રહી હતી. ઈંટેલે તેમના મુખ્ય પ્રતિદ્વંદ્વી એનવીડિયા, એએમડી અને ક્વાલકૉમ સામે આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. દાયકાઓથી, ઇન્ટેલે લેપટોપથી લઈને ડેટા સેન્ટર્સ સુધીની દરેક વસ્તુમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સના બજાર પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ તાજેતરના વર્ષોમાં Nvidia જેવી કંપનીઓ AIના ક્ષેત્રમાં આગળ વધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
