કોરોનાથી મોત પર મળશે વીમાના પૂરા પૈસા, વીમા કંપનીની આનાકાની નહિ ચાલે
વીમા કંપનીઓને પણ કોરોના વાયરસ માટે ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે.
દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ વધી રહ્યુ છે. સરકાર લોકોની સુરક્ષા માટે ચિંતિત છે. વીમા કંપનીઓને પણ કોરોના વાયરસ માટે ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. નિર્દેશ મુજબ કોરોના વાયરસથી થતા મોત પર વીમા કંપનીઓએ પૂરા પૈસા આપવા પડશે. વીમા કંપનીઓએ પૉલિસી ક્લેઈમના પૂરા પૈસા મૃતકના પરિવારજનોને આપવા પડશે.

વીમા કંપની પૈસા આપવાનો ઈનકાર કરી શકશે નહિ
લાઈફ ઈંશ્યોરન્સ કાઉન્સિલે વીમા કંપનીઓ કડક નિર્દેશ આપીને કહ્યુ છે કે જો કોઈ વ્યક્તિનુ કોરોના વાયરસના કારણે મોત થઈ જાય તો તેના પરિવારજનોને પૉલિસી ક્લેમના પૂરા પૈસા મળશે. વીમા કંપની પૈસા આપવાનો ઈનકાર કરી શકશે નહિ. આ નિર્દેશ બાદ જો કોઈ પણ વીમા કંપનીના પૉલિસી હોલ્ડરનુ કોરોના વાયરસના કારણે મોત થઈ જાય તો તેના નૉમિનીને તેના પૉલિસી ક્લેમના પૂરા પૈસા મળશે.

વીમા ક્લેમની પ્રક્રિયા
ક્લેમ માટે વીમા ધારકના નૉમિનીએ ફોર્મ ભરવાનુ રહેશે અને વીમા ધારકનુ મોત કોરોનાથી થયુ છે તેને સત્યાપિત કરવા માટે કાગળ આપવાના રહેશે. જીવન વીમા કાઉન્સિલના આ નિર્દેશ બધી ખાનગી અને સરકારી વીમા કંપનીઓએ માનવા પડશે.

વીમા કાઉન્સિલે નિર્દેશ જારી કર્યા
વાસ્તવમાં છેલ્લા થોડા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે વીમા કંપનીઓ કોરોના વાયરસથી થતા મોતના ક્લેમને માની નથી રહી કારણકે કોવિડ 19 એકદમ નવી બિમારી છે અને આની પૉલિસીમાં કોઈ ચર્ચા નથી. એવામાં જીવન વીમા કાઉન્સિલે બિલકુલ વિલંબ કર્યા વિના બધી વીમા કંપનીઓને ત્વરિત નિર્દેશ જારી કરીને કહ્યુ કે કોરોના સંક્રમણથી મોતના કેસમાં ક્લેમને ઈનકાર કરી શકાય નહિ. જીવન વીમા કાઉન્સિલના મહાસચિવ એસ એમ ભટ્ટાચાર્યએ માહિતી આપતા કહ્યુ કે કોવિડ-19 સંબંધિત મોતનો ક્લેમ વીમા કંપનીઓએ માનવો પડશે. આના માટે વીમા કંપનીઓના ચક્કર કાપવાની પણ જરૂર નથી. ડિજિટલ રીતે આનુ બધુ કામ કરી શકાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
