અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે રૂપિયો, 73.33 રૂપિયા પ્રતિ ડોલર
ડોલરને મુકાબલે રૂપિયામાં ઘટાડો હજુ પણ ચાલુ જ છે. આજે સવારે રૂપિયો ડોલર સામે 42 પૈસા ગગડીને 73.33 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો.
ડોલરને મુકાબલે રૂપિયામાં ઘટાડો હજુ પણ ચાલુ જ છે. આજે સવારે રૂપિયો ડોલર સામે 42 પૈસા ગગડીને 73.33 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો. તેની સાથે જ રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા સોમવારે રૂપિયો ડોલર સામે 43 પૈસા ગગડીને 72.91 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

મંગળવારે રજા હોવાને કારણે જયારે બુધવારે બજાર ખુલ્યું ત્યારે કારોબારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફટી બંને ઘટાડા સાથે ખુલ્યા. દિવસની શરૂઆતમાં જ સેન્સેક્સ 200 પોઇન્ટ નીચે ગગડીને 36300 પર પહોંચી ગયું.
આ પણ વાંચો: SBIના ગ્રાહકો માટે ખાસ ખબર, હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો
આ વર્ષે ડોલરના મુકાબલે રૂપિયામાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડની કિંમત વધવાથી, ટ્રેડ વોર, કેડ વધવાની આશંકા, ડોલરમાં મજબૂતી, અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે. આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના, જાણો કેટલું વ્યાજ મળશે
જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: વીમા પૉલિસીને વચ્ચે જ છોડી દીધી છે, તો થઈ શકે છે આ નુકસાન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
