Gold: લૉકડાઉનમાં 11 મેથી સોનું થશે બહુ સસ્તું, આટલા ઓછા ભાવે વેચશે સરકાર
Gold: લૉકડાઉનમાં 11 મેથી સોનું થશે બહુ સસ્તું, આટલા ઓછા ભાવે વેચશે સરકાર
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશશમા ચાલી રહેલા લૉકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા ઘૂંટણીયે છે. લોકોને પોતાના ભવિષ્યને લઈ ચિંતા થઈ રહી છે. લૉકડાઉનમાં ક્રૂડ પેટ્રોલિયમના ભાવ શૂન્ય સુધી પહોંચી ચૂક્યા છે અને શેર માર્કેટમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે, તેવામાં ગોલ્ડમાં જ રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ હસે. જો તમે પણ ગોલ્ડમાં રોકાણ કરવા માંગો છો તો તમારા માટે ગુડ ન્યૂજ છે કેમ કે મોદી સરકાર સોનામાં રોકાણ માટે એક શ્રેષ્ઠ મોકો આપવા જઈ રહી છે.

Sovereign Gold Bongની માર્કેટમાં એન્ટ્રી થશે
જણાવી દઈએ કે મોદી સરકારે આગામી 11 મેથી નાણાકીય વર્ષ 2021માં સૉવરેન ગોલ્ડ બોન્ડની બીજી સિરીઝ સોમવારથી શરૂ કરવા જઈ રહી છે. જે 15 મે સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. ગોલ્ડમાં રોકાણ કરનારા માટે આ સ્વર્ણ બોન્ડમાં રોકાણનો આ સોનેરી મોકો છે. સરકારી હોલ્ડ બોન્ડ તમને બહુ સસ્તી કિંમતે મળી શકશે. આરબીઆઈએ ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ પ્રાઈસ 4590 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે અને ઓનલાઈન અપ્લાય કરનારાઓને પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ પણ મળશે. છૂટ સાથે બૉન્ડની ઈશ્યૂ પ્રાઈસ 4540 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

ભારતીય રિઝર્વ બેંકે આ જાણકારી આપી
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે સૉવરન ગોલ્ડ બોન્ડ 2021-21ની બીજી શ્રૃંખલા 11 મે 2020થી ખુલીને 15 મે 2020 સુધી ખુલી રહેશે. પહેલી શ્રૃંખલા જાહેર કરતી વખતે સીરિઝમાં ગોલ્ડ બોન્ડનું મૂલ્ય 4639 રૂપિયા પ્રતિ ગ્રામ હતું. જણાવી દઈએ કે સૉવરેન ગોલ્ડ બૉન્ડ દ્વારા રોકાણથી સૌથી વધુ ફાયદો એ છે કે 24 કેરેટ શુદ્ધ સોનામાં તમારા પૈસા લાગે છે.

આ઼઼ટલું સોનું ખરીદી શકો
સૉવરન ગોલ્ડ બોન્ડની બીજી શ્રેણીમાં રોકાણ કરનાર વ્યક્તિ મહત્તમ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકશે. આ ઉપરાંત આ સ્કીમ અંતર્ગત ઓછામાં ઓછા એક ગ્રામ સુધી રોકાણ કરી શકો છો. એટલું જ નહિ આ સ્કીમમાં રોકાણ કરવા પર તમે ટેક્સ બચાવી શકો છો. સ્કીમ અંતર્ગત રોકાણ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળશે.

કેવી રીતે ખરીદી કરવી
સૉવરેન ગોલ્ડ બોન્ડને ઓનલાઈન ઉપરાંત બેંક સ્મૉલ ફાઈનાન્સ બેંકો, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, ખાસ પોસ્ટ ઑફિસો અને માન્યતા પ્રાપ્ત સ્ટૉક એક્સચેન્જ એટલે કે એનએસઈ અને બીએસઈથી પણ ખરીદી શકો છો. જણાવી દઈએ કે બેંકોમાં સ્મૉલ ફાઈનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકોમાં આ સુવિધા નહિ મળે.

શુક્રવારે સોનાના ભાવમાં ગિરાવટ
જણાવી દઈએ કે સોનાની કિંમતમાં શુક્રવારે જબરો કડાકો થયો. શરૂઆતી કારોબારથી જ સોનામાં સુસ્તી જોવા મળી અને કિંમતમાં મોટી ગિરાવટ નોંધાણી ચે. MCX જૂનમાં ગોલ્ડ ફ્યૂચરની કિંમતમાં 0.23 ટકાની ગિરાવટ નોંધાણી અને તેની કિંમત 46056 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
