ભારતને કાળાનાણાથી 123 અબજ ડોલરનું નુકસાન

કાળુ નાણું બહાર જવાના મામલે ચીનનું નુકસાન ભારત કરતા અનેકગણું વધારે છે. પાછલા 10 વર્ષની વાત કરવામાં આવે તો ચીનમાંથી 2,740 અબજ ડૉલરથી વધારેનું કાળુ નાણું દેશમાંથી બહાર ગયું છે. આ કારણથી મેક્સિકોને 476 અબજ ડૉલરથી વધારેનું નુકસાન થયું છે.
મલેશિયામાંથી કાળુ નાણું બહાર લઇ જવાના કરાણે 285 અબજ ડૉલર, સાઉદી અરબને 201 અબજ ડૉલર, રશિયાને 152 અબજ ડૉલર, ફિલિપાઇન્સને 138 અબજ ડૉલર અને નાઇજીરિયાને 129 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રિટી (જીએફઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં વિકાસશીલ દેશોમાંથી ગેરકાયદેસર ધનનો પ્રવાહ બહાર જવાને કારણે આર્થિક નુકસાન ભોગવી રહેલા દેશોમાં ભારત આઠમો સૌથી મોટો દેશ છે. આવા 20 દેશોની યાદીમાં દક્ષિણ એશિયાના દેશોમાં ભારત એક માત્ર દેશ છે. માત્ર વર્ષ 2010ની વાત કરીએ તો પણ ભારતના અર્થતંત્રને 1.6 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
જીએફઆઇના પ્રમુખ અર્થશાસ્ત્રી અને રિપોર્ટના સહલેખક દેવ કારે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર માટે 123 અબજ ડૉલરનું નુકસાન ખૂબ મોટું નુકસાન છે. તેમણે જણાવ્યું કે આ નુકસાન ભારતીય નાગરિકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ રકમનું રોકાણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને દેશના પાયાના વિકાસમાં વાપરી શકાય એમ હતું. આ રકમનો થોડો ભાગ જો દેશના પાવરગ્રિડ સેક્ટરમાં રોકવામાં આવ્યો હોત તો પાછલા ઉનાળામાં દેશના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની ઘટના બની ના હોત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
