ભારતમાં 70 અરબપતિ, રિલાયન્સના મુકેશ અંબાણી સૌથી શ્રીમંત
નવી દિલ્હી, 2 માર્ચ: અરબપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમાં સ્થાન પર છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ છે જેમની પાસે 18 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ છે. આ વાત એક રિપોર્ટમાં કહેવાઇ છે.
ચીનની અનુસંધાન કંપની હુરુનની વૈશ્વિક શ્રીમંતોની સૂચિમાં મુકેશ અંબાણી 41માં સ્થાન પર રહ્યા, જેમાં સૌથી ઉપર બિલ ગેટ્સ છે. ગેટ્સની પાસે 68 અરબ ડોલરની સંપત્તિ છે. આ સૂચિમાં જે મહત્વપૂર્ણ ભારતીયોના નામ સામેલ છે તેમાં લક્ષ્મી એન. મિત્તલનો પણ સમાવેશ થાય છે જે 17 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે 49માં સ્થાને છે.
સન ફાર્માના દિલીપ સાંઘવી અને વિપ્રોના અજીમ પ્રેમજી 13.5-13.5 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિની સાથે 77માં સ્થાન પર છે અને ટાટા સન્સના પલોન્જી મિસ્ત્રી 12 અરબ ડોલરની સંપત્તિની સાથે 93માં સ્થાન પર છે. એસપી હિન્દુજા અને પરિવાર પણ 12 અરબ ડોલરની સાથે સૂચિમાં 93માં સ્થાન પર છે.
વૈશ્વિક શ્રીમંતોની સૂચિમાં ગેટ્સ બાદ બર્કશાયર હૈથવેના વોરન બફેનું સ્થાન રહ્યું જે 64 અરબ ડોલરની સંપત્તિના સ્થાને બીજા સ્થાન પર રહ્યા અને 62 અરબ ડોલરની સાથે ઇંડિટેક્સના અમનસિયો ઓર્ટેગા ત્રીજા સ્થાન પર છે. આ સૂચિમાં ચોથા સ્થાન પર કાલરેસ સ્લિમ હેલૂ અને તેમના પરિવારનું સ્થાન રહ્યું જેમની પાસે 60 અરબ ડોલરની સંપત્તિ છે જ્યારે ઓરેકલના લૈરી એલિસન 60 અરબ ડોલરની સંપત્તિની સાથે પાંચમાં સ્થાને છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ભારતીય રૂપિયામાં અમેરિકન ડોલરના મુકાબલે 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો જેના કારણે ભારતીયો માટે આ સૂચિમાં સ્થાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થઇ. મુદ્રામાં ઉતાર-ચઢાવ ઉપરાંત ભારતની સ્થિતિ ગયા વર્ષે સુધરી અને હુરુનની વૈશ્વિક શ્રીમંતોની સૂચિમાં તેઓ 70 અરબપતિઓની સાથે પાંચમાં નંબરે પર છે. 2013ની સૂચિના મુકાબલે આ સૂચિમાં 17 વધુ શ્રીમંતોને સામેલ કરવામાં આવ્યા. રસપ્રદ વાત એ છે કે ભારતમાં જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાંસ અને જાપાન કરતા વધારે અરબપતિઓ છે.

ન્યૂયોર્ક વિશ્વના અરબપતિઓની રાજધાની છે. આ સૂચિમાં 68 દેશોના 1867 અરબપતિઓને સામેલ કરવામાં આવ્યા છે. આ શ્રીમંતોની પાસે 6900 અરબ ડોલરની સંપત્તિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૂચિમાં સામેલ અરબપતિઓની એવરેજ ઉંમર 64 વર્ષની છે અને દરેક નવમી મહિલા અરબપતિ છે. ગયા વર્ષની સૂચિમાં દરેક 10 અરબપતિમાં એક મહિલાનો સમાવેશ થતો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
