વિશ્વમાં ભારતીય રૂપિયાની વધી વિશ્વસનીયતા, મલેશિયાએ પણ કર્યો સ્વીકાર
ભારત અને મલેશિયા વચ્ચે હંમેશા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય સમિટ પણ થાય છે. આ બંને રાષ્ટ્રો આસિયાન જૂથમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વેપારના સંદર્ભમાં પણ બંને દેશો વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે ભારત અને મલેશિયા વચ્ચેના વેપારને લઈને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે.

આ માહિતી બંને દેશો વચ્ચેના વેપારના ચલણ સાથે સંબંધિત છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બંને દેશો વચ્ચેનો વેપાર હવે અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 35 દેશોએ ભારત સાથે રૂપિયામાં કારોબાર કરવામાં રસ દાખવ્યો છે. રશિયા ઉપરાંત ભારતના પડોશી દેશો મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ પણ આમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની વધુ માંગ છે.
અત્યાર સુધી ભારત દરેક વસ્તુની ચૂકવણી ડોલરમાં કરે છે. આ માટે ભારત દ્વારા દર વર્ષે અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. જો ભારત પણ રૂપિયા દ્વારા આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે ચૂકવણી કરે, તો ડોલર પરની નિર્ભરતા ઘટી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
