LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના ભાવ
છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, જેના કારણે સામાન્ય લોકોને ચોક્કસ રાહત મળી રહી છે.
નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, જેના કારણે સામાન્ય લોકોને ચોક્કસ રાહત મળી રહી છે. આ દરમિયાન વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈંધણ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. 1 જુલાઈથી 19 કિલોનો કૉમર્શિયલ સિલિન્ડર 198 રૂપિયા સસ્તો થયો છે. આજના નવા દરની વાત કરીએ તો દિલ્હીમાં હવે 19 કિલોનુ કૉમર્શિયલ સિલિન્ડર 2021 રૂપિયામાં મળશે જે પહેલા 2219 રૂપિયા હતુ.

કોલકાતામાં 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો તે 2322 રૂપિયાથી ઘટીને 2140 રૂપિયા પર આવી ગયો છે. મુંબઈમાં તે 2171.50 રૂપિયાથી ઘટીને 1981 રૂપિયા પર આવી ગયો છે. ચેન્નાઈમાં તે 2373 રૂપિયાથી ઘટીને 2186 રૂપિયા પર આવી ગયો છે. જો કે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ચોક્કસ ઘટાડો કર્યો છે, પરંતુ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ રાહત આપી નથી. દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1003 રૂપિયા છે.
અગાઉ 1 જૂને કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. મે મહિનામાં કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2354 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ઘરેલુ સિલિન્ડરમાં છેલ્લો ફેરફાર 19 મેના રોજ કરવામાં આવ્યો હતો, ત્યારથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ઉજ્જવલા યોજના હેઠળ, સરકાર દ્વારા ઘરેલુ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. આ સબસિડી એક વર્ષમાં માત્ર 12 સિલિન્ડર પર જ આપવામાં આવશે. સરકારની આ જાહેરાતથી 9 કરોડ ગ્રાહકોને ફાયદો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
