કેવી રીતે શરૂ કરશો પતંજલિ પરિધાનનો બિઝનેસ, અરજીની શું છે પ્રક્રિયા?
તમે જાણતા જ હશો કે બાબા રામદેવનું પતંજલિ પરિધાન કેટલાક શહેરોમાં લૉન્ચ થઈ ચૂક્યુ છે. દિલ્હીમાં લૉન્ચિંગ બાદ હવે હરિદ્વારમાં પણ તેમનો શો રૂમ લૉન્ચ થઈ ચૂક્યો છે.
તમે જાણતા જ હશો કે બાબા રામદેવનું પતંજલિ પરિધાન કેટલાક શહેરોમાં લૉન્ચ થઈ ચૂક્યુ છે. દિલ્હીમાં લૉન્ચિંગ બાદ હવે હરિદ્વારમાં પણ તેમનો શો રૂમ લૉન્ચ થઈ ચૂક્યો છે. શનિવારે તેનું ઉદઘાટન પણ કરી દેવાયું. જણાવી દઈએ કે પતંજલિ પરિધાનનો આ દેશમાં છઠ્ઠો શો રૂમ છે. બાબા રામદેવે દેશના 50 શહેરોમાં પતંજલિ પરિધાનના 500 સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. જો તમે પણ કમાણી કરવા ઈચ્છો છો અને પતંજલિ પરિધાન સાથે સ્ટોર ખોલવા ઈચ્છો છો તો તમારી માટે આ એક ઉત્તમ તક છે. ચાલો તમને જણાવી દઈએ કે પતંજલિ પરિધાનનો બિઝનેસ કેવી રીતે શરૂ કરશો.
આ પણ વાંચો: લૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આ રીતે મેળવો પતંજલિની ફ્રેન્ચાઈઝી
પતંજલિ પરિધાનની ફ્રેન્ચાઈઝીને લઈને બાબા રામદેવે કહ્યું છે કે આ મામટે તમારી પાસે તમારી પોતાની દુકાન હોવી જોઈએ. જે કોઈ મૉલ, કમર્શિયલ કોમ્પલેક્સ કે હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં હોવી જોઈએ. શો રૂમ માટે સ્પેસ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓછામાં ઓછા 2 હજાર ચોરસ ફૂટનું હોવી જોઈએ, જેનો ફ્રન્ટ 20 ફૂટનો હોવો જરૂરી છે. અને ઉંચાઈ પણ 10 ફૂટની જરૂરી છે.આ ઉપરાંત તમને ગારમેન્ટ્સ કે ટેક્સટાઈલનો અનુભવ હોવો પણ ફરજિયાત છે.

કેવી રીતે કરશો અરજી
જો તમારી પાસે આ તમામ પ્રકારની જોગવાઈ છે અને તમે અરજી કરવા ઈચ્છો છો તો તમે enquiry@patanjaliparidhan.org પર મેઈલ કરી શકો છો. બાબાએ પોતાની ફેસબુક પોસ્ટ અને ટ્વિટમાં કેટલાક ફોન નંબર પણ આપ્યા છે. તમે કૉલ પર પૂરી પ્રક્રિયા જાણી શકો છો.

પતંજલિ પરિધાન વિશે
તમને જણાવી દઈએ કે બાબા રામદેવ સ્વદેશી પરિધાન એટલે કે ગારમેન્ટ્સની રેન્જ માર્કેટમાં ઉતારી છે. જેમાં સ્વદેશી જીન્સને લઈને મહિલાઓ અને પુરુષોમાં સ્વદેશી કપડા સામેલ છે. તો આાચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે કંપની બિઝનેસ ઝડપથી વધારવા ઈચ્છે છે. એટલે કેટલાક વધુ સેગમેન્ટ માર્કેટમાં ઉતારી રહી છે. તેમણે જણાવ્યું કે પતંજલિ આ વર્ષે 2022 સુધી 50 હજાર કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખી રહી છે, જેને સમયમર્યાદામાં પૂરો કરી લેવાશે

પતંજલિ પરિધાનના સ્ટોરનો આ રીતે મળશે ફાયદો
પતંજલિ પરિધાનનો સ્ટોર ખોલવામાં તમને ફાયદો જ ફાયદો છે. આ ફ્રેન્ચાઈઝીમાં રિટેલ વેપારીઓ માટે 20 ટકાનું માર્જિન છે. ડીલર્સ આ માર્જિનને ઘણું વધુ ગણાવે છે. કંપની ત્રણ જુદી જુદી ચેનલ દ્વારા પોતાની પ્રોડક્ટ વેચે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
