જાણો, કેવી રીતે ઓલવવી પેટ્રોલના ભાવ વધારાની આગ
નવી દિલ્હી, 16 જુલાઇઃ રૂપિયો નબળો પડતાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 1.55 રૂપિયા વધારવામાં આવ્યો છે. રવિવાર મોડી રાતથી નવા ભાવ લાગું થઇ ગયા. કિંમત પર લાગેલી આગને ઓલવવામાં સરકાર નિસહાય છે, પરંતુ તમે કંઇક એવું કરી શકો છો, જેનાથી પેટ્રોલના ભારને તમે ઓછો કરી શકો છો.
રૂપિયો સતત નબળો પડતાં અને આતંરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારો થવાના કારણે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં છેલ્લા બે અઠવાડિયામાં આ બીજો ભાવ વધારો છે. આ પહેલા 29 જૂનને વધારો કરવામાં આવ્યો હતો, જેમાં ઓઇલ કંપનીઓએ 1.82 રૂપિયાનો વધારો કર્યો હતો. ડીઝલના ભાવોમાં જો કે કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
પેટ્રોલના ભાવમાં વધારાને ન્યાયસંગત ઠેરવતા આઇઓસીએ કહ્યું છે કે, ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડી રહ્યો છે અને તે પ્રતિ ડોલર 60.03 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ પહેલા તે 58.94 રૂપિયા પ્રતિ ડોલર હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એમએસ મૂલ્યમાં વધારો યથાવત છે અને તે 115.29 ડોલર પ્રતિ બેરલથી 117.19 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઓઇલ કંપનીઓ દર બે અઠવાડિયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા કરે છે.
ચાલો જાણીએ કેવી રીતે બચાવી શકાય છે પેટ્રોલ

સવારે અથવા રાત્રે જ પુરાવો પેટ્રોલ
વૈજ્ઞાનિકો અનુસાર પેટ્રોલમા ઘનત્વ તાપમાન સાથે ઘટે છે અને વધે છે. તેથી જો તમે સવારે અને સાંજે સૂરજ આથમ્યા બાદ પેટ્રોલ પુરાવો છો તો તે સમયે તમને એક લીટરમાં વધારે પેટ્રોલ મળી શકે છે, જ્યારે બપોરના સમયે વધારે તડકો હોવાના કારણે, તે સમયે તાપમાન વધારે હોય છે જેથી ઘનત્વ ઓછું થઇ જાય છે, તેથી તે સમયે એક લીટરમાં પેટ્રોલ ઓછું મળી શકે છે.

ટાયરમાં દર અઠવાડિયે પુરાવો હવા
જો ટાયરમાં જરૂરિયાત અનુસાર હવા ના હોય તો પેટ્રોલની ખપત વધારે થાય છે, તેથી દર અઠવાડિયે હવા ચેક કરાવો. તેનાથી તમારી ગાડીનું માઇલેજ વધારે રહેશે. ટાયરમાં હવા ઓછા હોવાના કારણે પ્રત્યેક 1 પીએસઆઇ પર 1 ટકા પેટ્રોલ વધારે લાગે છે.

કારની સફાઇ
જો તમારી પાસે કાર છે, તો દર અઠવાડિયે સફાઇ કરો, કારણ કે ઘૂળ અને માટી જમા થઇ જવાથી કારનું વજન વધે છે, તેથી કાર પર ખોટો ભાર ના રાખો કારણ કે પ્રત્યેક 50 કેજી પર 2 ટકા વધું પેટ્રોલ ખર્ચ થાય છે. કાર અથવા બાઇકના એર ફિલ્ટરને પણ નિયમીત રીતે સાફ કરો. આમ કરવાથી 10 ટકા પેટ્રોલ બચે છે.

મધ્યમ ગતિએ ચલાવો
વાહન હંમેશા મધ્યમ ગતિએ ચલાવવું. ના વધું ધીમું અને ના વધારે ઝડપી. તેનાથી 50 ટકા પેટ્રોલ બચી શકે છે. 60 કિમી પ્રતિ કલાકથી વધારે અને 30 કિમીથી ઓછું ચલાવવાથી પેટ્રોલની ખપત વધારે થાય છે.

વધું ટ્રાફિકવાળો રસ્તો પસંદ ના કરો
જો તમારે ઓફીસ સુધી જવા માટે બે રસ્તા છે એક નાનો પણ ટ્રાફિક વધું છે અને બીજો લાંબો, પણ ટ્રાફિક ઓછો છે, તો બીજો રસ્તો પસંદ કરો. કારણ કે, પેટ્રોલની ખપત લાંબા રસ્તા પર ઓછી થશે. ટ્રાફિક જામમાં 10 ટકા પેટ્રોલ વધું લાગે છે.

મોટા ટાયર ના લગાવો
પાતળા ટાયર લગાવો. ફેશનમાં આવીને લોકો મોટા ટાયર લગાવી દે છે, જ્યારે તેમાં પેટ્રોલ વધારે ખર્ચ થાય છે, કારણ કે, રોલિંગ રેસિસ્ટેંસ વધી જાય છે. જો તમારા વાહનને સ્ટાર્ટ થવામાં સમસ્યા આવી રહી છે, તો તુરંત મકેનિકને બતાવો કારણ કે તેમાં પેટ્રોલ જરૂરિયાત કરતા વધારે ખર્ચ થાય છે.

વધુ એસેસરિઝ ના લગાવો
સામાન્ય રીતે લોકો પોતાની કારને સજાવવા માટે તેની છત પર કેટલીક આકર્ષક વસ્તુંઓ અથવા તો લગેઝ રાખવા માટે રૈક લગાવે છે. કેટલાક લોકો બાઇકમાં વધું એસેસરિઝ લગાવે છે, જેમાં હવાનું રેસિસ્ટેંસ વધી જાય છે અને અંદાજે 20 ટકા સુધી પેટ્રોલ વધારે ખર્ચ થાય છે.

હંમેશા છાયડાંમાં જ પાર્ક કરો
કાર અથવા બાઇક, જે પણ તમારી પાસે છે, તેને હંમેશા છાયડાંમાં જ પાર્ક કરો, જેથી જેમ બને તેમ ઝડપથી એન્જીન ઠંડું પડે, અન્યથા બીજી વખત સ્ટાર્ટ કરવા પર વધું પેટ્રોલ ખર્ચ થશે અને વાહન વધારે ગરમ થશે. તેનાથી પેટ્રોલ 5 ટકા વધારે લાગે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
