LICનું પ્રિમિયમ ઓનલાઇન કેવી રીતે ભરી શકાય?
આપ આજે પણ એલઆઇસી પ્રિમિયમ ભરવા માટે જુની પદ્ધતિ અપનાવી રહ્યા છો? આપને જણાવી દઇએ કે આપ એલઆઇસી દ્વારા તૈયાર કરવામાં આવેલા પેમેન્ટ ગેટ વેની મદદથી એલઆઇસી પોલિસીનું પ્રિમિયમ ઓનલાઇન ભરી શકો છો. આ સુવિધા આપને ડિમાન્ડ સર્વિસ દ્વારા આપવામાં આવે છે. તે આપને કેટલીક જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળે છે.
પેમેન્ટ ગેટવે (પીજી -PG) હવે એલઆઇસીની કોઇ પણ પોલિસી માટે મહત્વની ઓફર બની ગઇ છે. તેના દ્વારા રિયલ ટાઇમ પેમેન્ટ કરી શકાય છે. આ ઉપરાંત રિન્યુઅલ પ્રિમિયમ ડ્યુઝ પણ ભરી શકાય છે.

આ સુવિધા રજિસ્ટર્ડ કસ્ટમર માટે છે જેમણે તેમની પોલિસી માટે આ સુવિધાની માંગણી કરી છે તેમને પ્રાપ્ત થાય છે. આ સુવિધા પ્રાપ્ત કરવા માટે આપે કયા પગલાં ભરવા પડશે તેની વિગતો અમે અહીં આપી છે...
1. આપ પોલિસી ખરીદો ત્યારે આપવામાં આવેલી લિંક પે પ્રિમિયમ ઓનલાઇન પર ક્લિક કરવાનું હોય છે. આ માટેની લિંક અહીં આપવામાં આવી છે. http://www.licindia.in/online_payment.htm
2. આપ જે પોલિસી માટે પ્રિમિયમ ચૂકવવા માંગતા હોવ તેના પર ક્લિક કરો.
3. આપ હવે એ પેજ પર જશો, જ્યાં અનેક બેંકોના પેમેન્ટ માટેના વિકલ્પો આપવામાં આવ્યા હોય છે. આપ આપની સુવિધા અનુસાર પસંદગી કરી શકો છો.
નોંધ : આ માટે જરૂરી છે કે આપ નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરતા હોવ.
4. બેંકની સાઇટ પર આપે આપના યુઝરનેમ/ આઇડી અને પાસવર્ડ આપીને લોગિન કરવાનું રહેશે. લોગિન થતા જ આપે એલઆઇસીને કેટલી રકમ ચૂકવવાની છે તે દર્શાવાશે.
5. આપનું બેલેન્સ ચેક કરો અને બેંકને ટ્રાન્ઝેક્શન કરવા માટે મંજુરી આપો. થોડા જ સમયમાં સફળ કે અસફળ ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવશે.
6. સફળ ટ્રાન્ઝેક્શન થતા જ આપને ડિજિટલી સાઇન કરેલી ઇ રિસિપ્ટ મળશે અને આ રિસિપ્ટ આપના આપેલા ઇમેઇલ આઇડીમાં પણ આવશે.
7. જો આપના એકાઉન્ટમાંથી પૈસા કપાયા હોય પણ રિસિપ્ટ જનરેટ ના થાય તો આમ નેટવર્ક ફેઇલર કે સેશન ટાઇમ આઉટના કારણે બની શકે છે. આવા કેસ માટે અલગથી રિસિપ્ટ જનરેટ થાય છે. આ રિસિપ્ટ બેથી ત્રણ દિવસમાં આપવામાં આવેલા ઇમેઇલ આઇડી પર આવે છે.
8. એક જ પોલિસી માટે બીજી વાર પેમેન્ટ કરતા પહેલા આપનું બેંક બેલેન્સ ચકાસી લેવું જરૂરી છે. જો બેંકમાંથી પોલિસી માચે પૈસા કપાયા હોય તો બીજીવાર પેમેન્ટ નહીં કરવાની સલાહ છે.
આ સેવા માટે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. આ માટે વન ટાઇમ રજિસ્ટ્રેશનની જરૂર હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
