ડ્યુઅલ બેનિફિટ વાળો બાળકોનો ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ, જાણો ફીચર
ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે (Bharti AXA Life Insurance) 'ભારતી એક્સા લાઇફ શાઇનિંગ સ્ટાર્સ' (Bharti AXA Life Shining Stars) નામની નવી બાળ વીમા યોજના (child insurance plan) રજૂ કરી.
ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે (Bharti AXA Life Insurance) 'ભારતી એક્સા લાઇફ શાઇનિંગ સ્ટાર્સ' (Bharti AXA Life Shining Stars) નામની નવી બાળ વીમા યોજના (child insurance plan) રજૂ કરી. આ યોજના માતાપિતાને વીમા કવર પ્રદાન કરવા સાથે સાથે બાળકો અને પરિવારના લોકોને નાણાંકીય સમસ્યાઓથી રક્ષણ આપે છે. કંપનીના જણાવ્યા મુજબ ભારતી એક્સા લાઇફ શાઇનિંગ સ્ટાર્સ (Bharti AXA Life Shining Stars) એક નૉન-લિંક્ડ, નૉન-પાર્ટીસિપેટિંગ લિમિટેડ પે લાઈફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. તે પરિપક્વતા પર ફિક્સ્ડ પેઆઉટ પૂરું પાડે છે અને માતાપિતાને પૂરતા પૈસા એકત્રિત કરવામાં મદદ કરે છે જેથી તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે અને નિયમિત બચત દ્વારા તેમના ઉચ્ચ શિક્ષણ અને જીવનના અન્ય આકસ્મિક ખર્ચાઓની વ્યવસ્થા થઇ શકે. આમાં માતા-પિતા તેમની જરૂર મુજબ પૈસા લેવાનું પસંદ કરી શકે છે અને પછી તેમની જરૂર મુજબ બદલાવ પણ કરી શકે છે.
આ પણ વાંચો: બાળકોના નામના મ્યુચ્યુઅલ ફંડની તમામ માહિતી મેળવો

વીમા યોજના બાળકોના શિક્ષણમાં મદદ કરશે
ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સ (Bharti AXA Life Insurance) ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિકાસ સેઠે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાળ શિક્ષણ અને કારકિર્દીની યોજના કોઈ પણ માતા-પિતાની પ્રથમ જવાબદારી હોય છે અને તેના માટે તેમને વિવેકપૂર્ણ નાણાકીય વ્યવસ્થાપનની જરૂર હોય છે. શિક્ષણ અને બદલાતી જરૂરિયાતોની વધતી જતી કિંમતોને પહોંચી વળવા માટે માસિક બચત પૂરતી હોતી નથી. તેથી, અમે ભારતી એક્સા લાઇફ શાઇનીંગ સ્ટાર્સ (Bharti AXA Life Shining Stars)'ના રૂપમાં એક વ્યાપક બાળ વીમા યોજના (child insurance plan) બનાવી છે.

ડબલ લાભ મળે છે
તેમણે જણાવ્યું હતું કે બાળક વીમા યોજના (child insurance plan) માં બચત અને સુરક્ષાનો ડબલ લાભ છે, જેનાથી માતાપિતાને તેમના બાળકોની ભાવિ નાણાકીય જરૂરિયાતોને સુરક્ષિત કરવામાં મદદ મળી શકે છે. તેમને કારકિર્દીના વિવિધ તબક્કામાં નાણાકીય સહાય પૂરી પાડે છે અને તેમને કોઈપણ સમજોતા વગર તેમના સપનાને પરિપૂર્ણ કરવામાં સક્ષમ બનાવે છે. "

પૈસા લેવા માટે બે વિકલ્પો
આ બાળ વીમા યોજના (child insurance plan) માં ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સ (Bharti AXA Life Insurance) માતાપિતાને તેમની જરૂરિયાતો અનુસાર ફ્લેક્સી પેઆઉટ વિકલ્પ અને વાર્ષિક ચૂકવણી વિકલ્પ વચ્ચેની પસંદગી કરવાની સ્વતંત્રતા આપે છે. તે પોલિસીની શરૂઆતમાં પસંદ કરી શકાય છે અને મેચ્યોરિટીના સમયે બાળકની જરૂરિયાતો અનુસાર તે સુધારી શકાય છે, જેથી માતા-પિતા વર્ષો પહેલા પસંદ કરેલા વિકલ્પ દ્વારા બંધાયેલા ન રહે. આ વીમા યોજના ખરીદવાની લઘુતમ ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ ઉંમર 60 વર્ષ છે. વીમાદાતાને અદા કરેલ પ્રીમિયમ અને પ્રાપ્ત લાભો પર કર સંબંધિત લાભો મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
