જાણો : UANની મદદથી EPF કે પ્રોવિડન્ડ ફંડ કેવી રીતે એક્ટિવેટ કરવું?
અનેક એમ્પ્લોયર્સે તેમના કર્મચારીઓને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન - UAN) મળે તે માટેની કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે દેશમાં અનેક કર્મચારીઓ પાસે યુએએન નંબર આવી ગયા છે. જેની મદદથી આપ ઓનલાઇન આપનું બેલેન્સ ચેક કરી શકો છો, પાસબુક ડોઉનલોડ કરી શકો છો અને યુએએન કાર્ડ પ્રિન્ટ કરી શકો છો.
જે કર્મચારીઓને તેમનો યુએએન નંબર મળ્યો ના હોય, તેઓ પોતાના એચઆર ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધી શકે છે. આ માટે વ્યક્તિ ઇપીએફઓ પોર્ટલ દ્વારા યુએએનનું ઓનલાઇન સ્ટેટસ ચેક કરી શકો છો.

આપની પાસે યુએએન નંબર આવે ત્યાર બાદ આપ તેનો ઉપયોગ કરી શકો તે માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આ માટે નીચેની પ્રક્રિયા હાથ ધરી શકાય.
- EPFO-UANની વેબસાઇટમાં લોગિન કરો
- યુએએન આધારિત રજિસ્ટ્રેશન પર ક્લિક કરો
- આપે સૂચનાઓ વાંચી છે અને સમજી છે તેમ લખેલા બોક્સ પર ચેક કરો
- આપનો યુએએન નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો
- સ્ટેટ અને ઓફિસ સિલેક્ટ કરો
- આપનો નંબર આઇડી ટાઇપ કરો
- કેસ સેન્સિટિવ શબ્દ ટાઇપ કરો
- ગેટ પિન પર ક્લિક કરો - આપને ઓથોરાઇઝેશન પિન નંબર મળશે
- પિન એન્ટર કરી સબમિટ કરો
આ સ્ટેજમાં આપનો યુએએન નંબર વેરિફાઇડ થશે.
ત્યાર બાદ આપ નેક્સ્ટ પેજ પર ક્લિક કરો જ્યાં આપ આપનું યુઝરનેમ અને પાસવર્ડ આપીને લોગિન તૈયાર કરી શકો છો.
આપનું લોગિન અને પાસવર્ડ એક્ટિવેટ કરાવ્યા બાદ યુએએન કાર્ડને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટઆઉટ લઇ શકો છો.
યુએએન કાર્ડ ડાઉનલોડ કરી પ્રિન્ટ લેવી
- લોગિન કરો (આપનું યુઝરનેમ આપનો યુએએન નંબર રહેશે)
- ડાઉનલોડ મેનુમાં જાવ અને ડાઉનલોડ યુએએન કાર્ડ નંબર વિકલ્પ પસંદ કરો
- ડાઉનલોર્ડ સિમ્બોલ પર ક્લિક કરો
આપ આપનું યુએએન કાર્ડ ડાઉનલોડ કરો પછી તેની પ્રિન્ટ કાઢી શકશો
વધારે માહિતી મેળવવા માટે નીચેની રીતે સંપર્ક કરી શકશો
Helpdesk Number : 1800 118 005
Helpdesk Email Id : uanepf@epfindia.gov.in
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
