નવરાત્રીમાં આ બેંકે વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો, સસ્તી થઇ લોનની EMI
ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકે ગ્રાહકોને નવરાત્રીની ભેટ આપી છે. વ્યાજદર ઘટાડીને બેંકે લોકોને ભેટ આપી છે.
ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકે ગ્રાહકોને નવરાત્રીની ભેટ આપી છે. વ્યાજદર ઘટાડીને બેંકે લોકોને ભેટ આપી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના વ્યાજના દરોના ઘટાડા પછી, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકે ગ્રાહકોને ભેટ આપતા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. માર્જિનલ કૉસ્ટ ઓફ લેંડિંગ રેટમાં (એમસીએલએફ) ઘટાડાની જાહેરાત કરીને, બેંકે ગ્રાહકોને ભારે રાહત આપી છે.
આ પણ વાંચો: PNB ની નવી સુવિધા, બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના બનાવડાવો તમારું ATM કાર્ડ

HDFC એ એકાઉન્ટ ધારકોને ભેટ આપી
HDFC એ વ્યાજદરો ઘટાડીને લોકોને મોટી રાહત આપી છે. નવા દરો આજથી લાગુ થશે. બેંકે એમસીએલએફ દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી બેંકની હોમ લોન, ઓટો લોન અને વ્યક્તિગત લોન સસ્તી થઇ જશે. એમસીએલઆર ઘટવાથી, તમારી હાલની લોન સસ્તી બની જશે અને તેને અગાઉ કરતાં ઓછું ઇએમઆઈ ચૂકવવાનું રહે છે. આવામાં આ તમારા માટે રાહતના સમાચાર છે.

ઘટશે EMI
એચડીએફસી બેન્કના માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ MCLR માં 0.10 ટકાનો ઘટાડો થયો છે. બેંકે 1 વર્ષની લોન માટે એમસીએલઆર 8.75 ટકાથી ઘટાડીને 8.65 ટકા કરી દીધો છે. બેંકે 6 મહિના, 3 મહિના અને 1 મહિનાનો એમસીએલઆર ઘટાડીને 8.45 ટકા, 8.35 ટકા અને 8.30 ટકા ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી ઇએમઆઈમાં ઘટાડો થશે.

શું હોય છે MCLR
તમને જણાવી દઈએ કે માર્જિનલ કૉસ્ટ ઓફ લેંડિંગ રેટ એ તે દર હોય છે કે જેના પર બેંક લોનના દરો નક્કી કરે છે. આ બેંચમાર્ક દર હોય છે. તેના વધવાથી બેંકમાંથી લેવામાં આવતી તમામ પ્રકારની લોન મોંઘી બની જાય છે. અને એમસીએલઆર દર ઘટવાથી સામાન્ય લોકોને લાભ થાય છે, કારણ તેનાથી હાલની લોન સસ્તી બને છે અને ઇએમઆઈ ઓછું થઇ જાય છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ રેપો રેટમાં એક ક્વાર્ટર ટકા ઘટાડો કર્યો છે. આરબીઆઇએ રેપો ઘટાડ્યા પછી, તે ઘટીને 6% થઈ ગયો છે. અને રિવર્સ રેપો રેટ પણ ઘટીને 5.75 ટકા થઈ ગયો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
