HDFC એ 6.7 ટકા વ્યાજ સાથે હોમ લોનની જાહેરાત કરી, જાણો સંપૂર્ણ વિગતો
ઘર ખરીદનારાઓ માટે એક સારા સમાચાર આવે છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ (HDFC) બેંકે મંગળવારના રોજ હોમ લોનના વ્યાજ દર 6.7 ટકાથી ઓફર કરવાની જાહેરાત કરી છે.
HDFC Home Loan Interest Rate : ઘર ખરીદનારાઓ માટે એક સારા સમાચાર આવે છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ (HDFC) બેંકે મંગળવારના રોજ હોમ લોનના વ્યાજ દર 6.7 ટકાથી ઓફર કરવાની જાહેરાત કરી છે. HDFC લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રેણુ સુદ કર્નાડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી તહેવારોની સિઝન માટે ખાસ હોમ લોનના દરો જાહેર કરતા અમને ઘણો આનંદ થાય છે.

ઉલ્લેખનીય છે કે, હોમ લોન પર મર્યાદિત અવધિ(limited period offer)ની ઓફર 20 સપ્ટેમ્બરથી પહેલેથી જ લાગુ થઈ ગઈ છે અને લોનની રકમ ગમે તે હોય, હોમ લોન વ્યાજ દર 6.7 ટકા નક્કી કરવામાં આવ્યો છે. ઘર ખરીદનારાઓએ નોંધ લેવી જોઈએ કે, વિશેષ લોન દર લોન લેનારાઓના ક્રેડિટ સ્કોર સાથે જોડવામાં આવશે.
HDFCના મેનેજિંગ ડાઇરેક્ટરે જણાવ્યું હતું કે, હાઉસિંગ આજે પહેલા કરતા ઘણું વધુ સસ્તું છે અને છેલ્લા બે વર્ષોમાં, પ્રોપર્ટીની કિંમતો દેશભરના મોટા ખિસ્સામાં વધુ કે ઓછા સમાન છે જ્યારે આવકનું સ્તર વધ્યું છે. રેકોર્ડ ઓછા વ્યાજ દર, PMAY હેઠળ સબસિડી અને ટેક્સ લાભોએ પણ મદદ કરી છે.
How to apply for home loan : HDFC બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હોમ લોન વ્યાજ દર પર છૂટ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે અને ગ્રાહકો www.hdfc.com પર જઈને હોમ લોન માટે ઓનલાઇન અરજી પણ કરી શકે છે. ગ્રાહકો www.hdfc.com પર જઈને હોમ લોન માટે ઓનલાઇન અરજી પણ કરી શકે છે. HDFC બેંક સિવાય, અન્ય બેંકોએ આગામી તહેવારોની સિઝનમાં નવા ઘર ખરીદનારાઓને આકર્ષવાના પ્રયાસમાં બે મહિનામાં હોમ લોન પર વ્યાજ ઘટાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ અગાઉ કોઈપણ લોનની રકમ માટે હોમ લોનના વ્યાજ દર ઘટાડીને 6.7 ટકા કર્યા હતા. આ પ્રથમ વખત છે, જ્યારે બેંક એકસમાન દરે હોમ લોન આપી રહી છે. આ પહેલા કોટક મહિન્દ્રા બેંકે તેની હોમ લોનનું વ્યાજ ઘટાડીને 6.50 કરી દીધું છે, જે સમગ્ર ઉદ્યોગમાં સૌથી નીચો દર છે. ઘટાડેલો દર લેટેસ્ટ અને બેલેન્સ ટ્રાન્સફર કેસમાં તમામ લોનની રકમ પર લાગુ થશે.
હોમ લોનનો દર ઘટાડવા માટે અન્ય બેંકોમાં પંજાબ નેશનલ બેંકનો સમાવેશ થાય છે, જેણે 17 સપ્ટેમ્બરના રોજ હોમ લોન માટે 6.60 ટકાની તહેવારોની ઓફર જાહેર કરી હતી, પછી ભલે તે કોઈપણ ટોચની મર્યાદા હોય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
