ગુજરાત અને તમિલનાડુ બિઝનેસ શરૂ કરવા લોકપ્રિય : સર્વે
નવી દિલ્હી, 14 જુલાઇ : દેશમાં ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે. હવે એક નવા સમાચાર ગુજરાતનો ઉત્સાહ બમણો કરી શકે એવા છે. તાજેતરમાં થયેલા એક સર્વેના તારણો અનુસાર ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છતા લોકો માટે તમિળનાડુ અને ગુજરાત ઉત્તમ રાજ્ય છે.
આ સર્વેનો મૂળ હેતુ એમએસએમઇ કઇ સમસ્યાનો સામનો કરી રહ્યા છે એ જાણવાનો હતો, જેથી તેનો ઉકેલ લાવી ઉદ્યોગની સ્થિતિમાં સુધારો લાવી શકાય. આ સર્વે India SME Forum અને SDRC India દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
આ પાછળનું કારણ એ છે કે આ રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રોત્સાહનો અને સૌથી વધુ અનુકૂળ રોકાણ નીતિઓ ઑફર કરવામાં આવે છે. આ સર્વે દેશના 26 રાજ્યમાં નવ મહિના સુધી કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય સ્તરના અને આ પ્રકારના પ્રથમ સર્વેમાં 3,30,000 માઇક્રો, નાનાં અને મધ્યમ ઇન્ડસ્ટ્રીઝ (એમએસએમઇ)ને આવરી લેવામાં આવ્યા હતા.

આ સર્વેના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 'ઉદ્યોગ શરૂ કરી સંતુષ્ટ થાય એવા રાજ્યમાં સૌથી ટોચ પર તમિળનાડુ આવે છે, આ રાજ્યની ઉદ્યોગ નીતિઓ, માળખાકીય સુવિધા, લાભો અને પ્રોત્સાહનોથી ઉદ્યોગપતિઓ વધુ સંતુષ્ટ જણાય છે, દ્વિતિય સ્થાને ગુજરાત આવે છે. ગુજરાતમાં રોકાણકારો અથવા ઉદ્યોગોમાં 91.75 ટકાનો ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે.'
સર્વેના રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઉત્પાદન અને નફા બાબતે 58 ટકા એમએસએમઇએ વધુ સારો અને 24 ટકા એમએસએમઇએ આંશિક સારો દેખાવ કર્યો હતો.
આ સિવાય 61 ટકા ઉદ્યોગકારોએ ચાલુ વર્ષે નવા સ્ટાફની નિમણૂક કરી રોજગારનાં દ્વાર ખુલ્લા મૂક્યાં હતાં. જ્યારે 19 ટકા ઉદ્યોગમાં કર્મચારીઓની સંખ્યામાં કોઇ ફેરફાર કરાયો ન હતો. આ વર્ષે 20 ટકા ઉદ્યોગમાં કેટલાક સ્ટાફની બાદબાકી કરાઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
