GST કાઉન્સિલની આજે બેઠક, પેટ્રોલ-ડીઝલ અને કોરોનાની દવાઓ થઈ શકે છે સસ્તી
જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજે પેટ્રોલ અને ડીઝલને જીએસટી વ્યવસ્થા હેઠળ લાવવાના પ્રસ્તાવ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.
નવી દિલ્લીઃ જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજે પેટ્રોલ અને ડીઝલને જીએસટી વ્યવસ્થા હેઠળ લાવવાના પ્રસ્તાવ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકમાં કોવિડ-19ની 11 દવાઓ પર ટેક્સ છૂટને 31 ડિસેમ્બર સુધી લંબાવવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે. 20 મહિનામાં આ પહેલી વાર છે જ્યારે જીએસટી પરિષદની બેઠક વીડિયો કૉન્ફરરન્સિંગ દ્વારા નહિ પરંતુ સામ-સામે થશે. 8 ડિસેમ્બર, 2019 પછી જીએસટી પરિષદની બધી બેઠકો ઓનલાઈન આયોજિત કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રાલયે ગુરુવારે ટ્વિટલ કર્યુ કે, 'નાણામંત્રી નિર્મલા સીતારમણ 17 સપ્ટેમ્બરે લખનઉમાં સવારે 11 વાગે જીએસટી પરિષદની 45મી બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના નાણામંત્રીઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સહિત નાણા રાજ્યમંત્રીશ્રી પંકડ ચૌધરી શામેલ થશે.'
જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દાઓ પર નિર્ણયની આશા
- જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર પણ વિચાર થઈ શકે છે.
- જીએસટી પરિષદની બેઠકમાં આજે ફૂડ ડિલીવરી એપ ઝોમેટો અને સ્વિગીને રેસ્ટોરાં તરીકે માનવા અને તેમના દ્વારા કરવામાં આવેલી ડિલીવરી પર પાંચ ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવી શકે છે.
- જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોવિડ-19 સાથે જોડાયેલી જરુરી સામગ્રી પર રાહતની સમયસીમા વધારવા પર પણ વિચાર થઈ શકે છે. કોવિડ-19ની 11 દવાઓ પર ટેક્સ છૂટને વધારવાની સંભાવના છે. 12 જૂને થયેલ જીએસટી પરિષદની ગઈ બેઠકમાં 30 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ કોવિડ-19 દવાઓ અને જરૂરી વસ્તુઓ પરના દરોને ઘટાડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
