GST Council Meeting : જીએસટી કાઉન્સિલની 49મી બેઠક બાદ જાણો શું સસ્તું થયું?
GST Council : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે GST કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી.
GST Council Meeting : જીએસટી કાઉન્સિલની 49મી બેઠક શનિવારની સાંજે સમાપ્ત થઇ છે. આ દરમિયાન ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટી હેઠળમાં લવવા અંગે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણના તાજેતરના નિવેદન ઘણા લોકો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થવાની આશા રાખે છે, જે નઠારી નિવડી હતી.

જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લિક્વિડ ગોળ, પેન્સિલ શાર્પનર અને કેટલાક ટ્રેકિંગ ઉપકરણો પર જીએસટી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આ ત્રણ વસ્તુ સસ્તી થઇ છે.

બાકી રકમની ચૂકવણી ટૂંક સમયમાં કરવામાં આવશે
આ ઉપરાંત વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે લેટ ફીને તર્કસંગત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. GSTકાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશેમાહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, જૂન મહિનાના રૂપિયા 16,982 કરોડ સહિત જીએસટી વળતરની તમામ બાકી રકમ ટૂંક સમયમાંરાજ્યોને ચૂકવવામાં આવશે. સિતારામન ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો અને વિવિધ વરિષ્ઠ અધિકારીઓએ પણઆ બેઠકમાં ભાગ લીધો હતો.

કરચોરી પર અંકુશ આવશે
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, પાન મસાલા અને ગુટખા ઉદ્યોગમાં કરચોરી પર અંકુશ લગાવવામાં આવશે. આ માટે ઓડિશાના નાણાંમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલા મંત્રીઓના જૂથ (GOM)નો અહેવાલ સ્વીકારવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બેઠકમાં પેકિંગ પહેલાપ્રવાહી ગોળ પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેન્સિલ શાર્પનર પર GST 12 ટકાથીઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
કાઉન્સિલ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, જો ટેગ-ટ્રેકિંગ ડિવાઇસ અથવા ડેટા લોગર જેવું ઉપકરણ પહેલેથી જ કન્ટેનર સાથેજોડાયેલું છે, તો તે ઉપકરણ પર કોઈ IGST વસૂલવામાં આવશે નહીં. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, GST કાઉન્સિલે નાણાકીય વર્ષ2022-23 પછી રૂપિયા 20 કરોડનું ટર્નઓવર ધરાવતા રજિસ્ટર્ડ વ્યક્તિઓ માટે નિયત તારીખ બાદ વાર્ષિક GST રિટર્ન ફાઇલ કરવા માટેફોર્મ GSTR-9 લેટ ફીને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે.

5 કરોડનું ટર્નઓવર ધરાવતી વ્યક્તિ માટે એક દિવસની લેટ ફી 50 રૂપિયા
નાણાકીય વર્ષમાં રૂપિયા 5 કરોડનું ટર્નઓવર ધરાવતી વ્યક્તિ માટે એક દિવસની લેટ ફી રૂપિયા 50 છે, જે ટર્નઓવરના મહત્તમ 0.04ટકાને આધિન છે. 5 કરોડથી 20 કરોડ રૂપિયાનો બિઝનેસ ધરાવતી વ્યક્તિ માટે લેટ ફી 100 રૂપિયા પ્રતિ દિવસ હશે. આ પણ કુલબિઝનેસના 0.04 ની નીચે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
