GST કાઉન્સીલ આ વસ્તુઓ પર કરી શકે છે ઓછો ટેક્સ, જાણો
ગુરુવારથી બે દિવસ માટે ગુવાહાટીમાં જીએસટી કાઉન્સીલ યોજવામાં આવશે. બેઠક પહેલા સુશીલ મોદીએ જણાવ્યું કે 28 ટકાના સ્લેબમાંથી 80 ટકા વસ્તુઓ પર કર ઓછો કરવામાં આવશે.
વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી પર થઇ રહેલી વિવિધ ફરિયાદો અને મુશ્કેલીઓને જોતા આજે આસામના ગુવાહાટીમાં જીએસટી કાઉન્સીલની બેઠક બોલવવામાં આવી હતી. .ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થતી આ 23મી જીએસટી કાઉન્સીલ બે દિવસ માટે ચાલશે. જેમાં અનેક મોટા નિર્ણયો લેવાશે તેવી સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવી રહી છે અને આ પહેલા વેપારીઓને ખુશ કરાય તેવા નિર્ણયો પણ આ બેઠકમાં લેવામાં આવે તેવી સંભાવના રહેલી છે. તેવી સંભાવના રહેલી છે કે રોજિંદા વપરાશની વસ્તુઓને સસ્તી કરવામાં આવે. સાથે જ મેકએપ, ઇલેક્ટ્રિક બ્લબ જેવી વસ્તુઓને પણ 18 ટકા જીએસટી ટેક્સમાંથી ઘટાડીને 12 ટકા ટેક્સમાં દાખલ કરે. સાથે જ હોટલમાં ખાવા પર પણ 18 ટકાના બદલે 12 ટકા ટેક્સ લેવામાં આવે તે પર પણ નિર્ણય કરવામાં આવશે.

આ બેઠક પહેલા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે જીએસટી ટોપ સ્લેબ એટલેકે 28 ટકા વાળા ટેક્સમાં આવતી 80 ટકા જેટલી વસ્તુઓ પર ટેક્સ હળવો કરવામાં આવશે. સાથે જ 28 ટકાના ટેક્સ સ્લેબમાં આવતી 80 ટકા જેવી વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં લાવવામાં આવશે. બેઠક પછી એક નવા ટેક્સની પણ જાહેરાત થવાની સંભાવના રહેલી છે. નોંધનીય છે કે બુધવારે પીએમ મોદીએ બિહાર ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં 100થી વધુ વસ્તુઓ પર ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. GST ના 28 ટકા સ્લેબમાં કુલ 227 આઇટમ આવે છે. સુશીલ મોદીએ કહ્યું કે આજથી શરૂ થતી જીએસટીની બેઠકમાં આમાંથી કંઇ વસ્તુઓને આ સ્લેબમાંથી નીકાળી 18 ટકા વાળા સ્લેબમાં નાંખી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ GST ફિટમેન્ટ કાઉન્સિલ કેટલાક સામને 18 ટકા ટેક્સમાંથી 12 ટકા સ્લેબમાં લાવવા માટે પણ પ્રયાસ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
