GST Collection : કેન્દ્રએ 86912 કરોડ રૂપિયાનું GST વળતર જાહેર કર્યું, આ રાજ્યોને નહીં મળે લાભ
GST Collection : રાજ્યોને GST વળતર કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારો દ્વારા AG પ્રમાણિત પ્રમાણપત્ર સબમિટ કરવું એ GST કાયદામાં ફરજિયાત પ્રક્રિયા છે. તમામ રાજ્યોએ તેનું પાલન કરવું પડશે.
GST Collection : કેન્દ્રીય નાણાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના સોમવારના રોજ જણાવ્યું હતું કે, અમુક રાજ્યોને મળનારા જીએસટી વળતરમાં એજી ઓથેન્ટિક સર્ટિફિકેટ ન હોવાને કારણે વિલંબ થઇ રહ્યો છે. જેમાં કેરળે તો વર્ષ 2017-18 થી અત્યાર સુધીમાં એકપણ સર્ટીફિકેટ જમા કરાવ્યું નથી.

આ સાથે નાણામંત્રી નિર્મલા સિતારણ દ્વારા કહેવામાં આવ્યું કે, 31 મે, 2022 સુધી તમામ રાજ્યોને 86,912 કરોડ રૂપિયાનું GST વળતર આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાયદા મુજબ, GST કાઉન્સિલ નક્કી કરે છે કે, કોને વળતર આપવામાં આવશે કે નહીં. આમાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નથી.

પૂર્વનિર્ધારિત પ્રક્રિયા
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, GST કાયદાના નિયમો અનુસાર, રાજ્ય સરકારો કેન્દ્રને એજી પ્રમાણિત પ્રમાણપત્રો આપે છે અને આ એકફરજિયાત પ્રક્રિયા છે. જો એજી સર્ટિફિકેટમાં વિલંબ થતો હોય, તો તે એકાઉન્ટન્ટ જનરલ અને રાજ્ય સરકાર વચ્ચેનો મામલો છે. તેઓએતેનો ઉકેલ લાવવો પડશે.

કેરળની રાજ્ય સરકારે એક વર્ષથી પણ (AG સર્ટિફિકેટ) મોકલ્યું નથી
નિર્મલા સીતારમણે કેરળ તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે, દક્ષિણના એક રાજ્યમાંથી GST લાગુ થયા બાદથી AG પ્રમાણપત્રોમોકલવામાં આવ્યા નથી. કેરળના સાંસદ એનકે પ્રેમચંદ્રન (જેમણે GST વળતર અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો)ને રાજ્ય સરકાર સાથે વાત કરવાઅને AG પ્રમાણપત્ર તરત જ મોકલવા વિનંતી કરવા જણાવ્યું હતું.
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કેરળની રાજ્ય સરકારે એક વર્ષથી પણ (AG સર્ટિફિકેટ) મોકલ્યું નથી અને તમે અમારા પર સમયસરપૈસા ન આપવાનો આરોપ લગાવતા રહો છો. તેનાથી વિપરિત, ટેક્સ ડિવોલ્યુશનના કિસ્સામાં, નાણાપંચના અહેવાલ મુજબ, તમામ રાજ્યોનેએકને બદલે બે હપ્તા આપવામાં આવ્યા છે. કેરળને પણ આનો ફાયદો થયો છે.

તમિલનાડુને GST વળતર બહાર પાડવામાં આવ્યું
નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે તમિલનાડુમાંથી 2017-18 માટેના એજી પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે અને રકમ બહાર પાડવામાંઆવી છે. તમિલનાડુ માટે 2020-21 માટે એજીનો અધિકૃત આંકડો આશરે રૂપિયા 4,223 કરોડ છે. જોકે, કેટલાક વિવાદો પણ છે, પરંતુ તેસ્પષ્ટ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
