સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં FDIના નિયમો હળવા કર્યાં
સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાણાનો પ્રવાહ વધારવા અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ - FDI)ની શરતોમાં રાહત કરી આપી છે. કેબિનેટમાં લેવામાં આવેલા એક નિર્ણય અનુસાર હવે 50,000 સ્ક્વેર મીટર હાઉસિંગને બદલે 20,000 સ્ક્વેર મીટર એરિયામાં કન્સ્ટ્રક્શન માટે એફડીઆઇને મંજુરી આપવામાં આવી છે. આ કારણે હવે 20,000 સ્ક્વેર મીટરથી મોટા પ્રોજેક્ટ્સ માટે બિલ્ડર્સ 100 ટકા એફડીઆઇ મેળવી શકશે.

જો કે આ માટે બીજો નિયમ એ છે કે તેમાં એફડીઆઇની રકમ ઓછામાં ઓછી 50 લાખ ડોલર હોવી જરૂરી છે.આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક હશે, તેમાં સરકારની અનુમતિની જરૂર નહીં રહે. નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે જે પ્રોજેક્ટ્સમાં 30 ટકા એરિયા અફોર્ડેબલ હાઉસિંગ માટે રાખવામાં આવશે. તેના માટે લઘુત્તમ બિલ્ડઅપ એરિયા અને લઘુત્તમ એફડીઆઇની રકમની શરતો લાગુ પડશે નહીં. સરકારના આ નિર્ણયનું સ્વાગત રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
રવિ પાક માટે MSP વધ્યું
કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ 2015-16 માટે રવિ પાક માટે આપવામાં આવતા લઘુત્તમ સમર્થન મૂલ્ય ચાલુ નાણાકીય વર્ષની તુલનામાં રૂપિયા 50થી વધારીને રૂપિયા 125 કરવાને લીલૂ ઝંડી આપવામાં આવી છે. રવિ પાકમાં ઘઉં, ચણા, જવ, મસૂરની દાળ, સરસવ અને સુરજમુખીની કિંમતો પર સરકારે પોતાનો નિર્ણય લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
