Gold Rate Today : સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો, જાણો આજના ભાવ
Gold Rate Today : પૌરાણિક કાળથી સોના-ચાંદીને કિંમતી ધાતું માનવામાં આવે છે. લોકો સોના-ચાંદીમાં રોકાણ પણ કરે છે. આવા સમયે સોના-ચાંદી ખરીદવાનું આયોજન કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. બજારમાં જતા પહેલા આજના નવા ભાવો પર એક નજર કરી લેવી જોઇએ.
સતત પાંચ દિવસ સુધી સ્થિર રહ્યા બાદ બુધવારના રોજ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. આવા સમયે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

આજે એટલે કે બુધવારના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 60800 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,750 પ્રતિ 10 ગ્રામ છે.
સોનાના ભાવમાં વધારો - બુધવારના રોજ બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં લગભગ 620 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. મંગળવારના રોજ 22 કેરેટ સોનાની કિંમત 55,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે એટલે કે બુધવારે વધીને 55,750 રૂપિયા થઈ ગઈ છે અને 24 કેરેટ સોનાની કિંમત જે મંગળવારના રોજ 60,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી તે વધીને 60,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનામાં 670 રૂપિયાનો વધારો થયો છે.
ચાંદીના ભાવમાં ઘટાડો - ચાંદીની વાત કરીએ તો આજે એટલે કે બુધવારના રોજ ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. મંગળવારના રોજ ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો હતો, જે બાદ ચાંદી 78000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આજે બુધવારના રોજ ચાંદીમાં 400 રૂપિયાનો વધારો નોંધાયો છે, જે બાદ આજે ચાંદી 78400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.
આ રીતે તપાસો સોનાની શુદ્ધતા - સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 99.9 ગ્રામ શુદ્ધતા, 23 કેરેટ પર 95.8, 22 કેરેટ પર 91.6, 21 કેરેટ પર 87.5 અને 18 કેરેટ પર 75.0 ગ્રામ શુદ્ધતા લખવામાં આવી છે.
મોટેભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, એટલી સોનાની શુદ્ધતા વધુ.
22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત - 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી, જસતનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે, જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકાતા નથી, તેથી મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
તમારા શહેરના ભાવ જાણો - તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે, જે નંબર પરથી તમે કોલ કરશો.
સોનું ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો - જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે, તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.
સોનું ખરીદતી વખતે આ 3 નંબર અવશ્ય ચેક કરો - સોનું ખરીદતી વખતે લોકો માટે સોનાની શુદ્ધતા સૌથી મહત્વનો મુદ્દો છે. જો તમને સોનાની શુદ્ધતા અંગે કોઈ પ્રશ્ન હોય તો ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 24 કેરેટ શુદ્ધતાના સોના પર 999 લખેલું છે. બીજી તરફ 23 કેરેટ સોના પર 995 અને 22 કેરેટ પર 916 લખેલું છે. જ્યારે 18 કેરેટ સોના પર 750 લખેલું છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
