સોનાના ભાવમાં રૂપિયા 500નો ઉછાળો, ચાંદીની ચમક વધી
નવી દિલ્હી, 2 ડિસેમ્બર : આજે બુલીયન માર્કેટમાં આવેલી તેજીએ ગઈકાલની મંદીને ભુલાવી દીધી હતી. આજે સોનામાં પ્રતિ 10 ગ્રામે રૂપિયા 500 અને ચાંદીમાં રૂપિયા 1000નો ઉછાળો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ભારે અફડાતફડી રહી હતી.
બુલીયન માર્કેટમાં આજે ફરી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સોનાનો ભાવ વધીને 1202 ડોલર થતા સ્થાનિક બજારમાં સોનામાં એક જ ઝાટકેરૂપિયા 500નો ઉછાળો નોંધાયો હતો.
નોંધનીય છે કે ગઈકાલે રાત્રે સોનુ સ્ટાન્ડર્ડ 10 ગ્રામના ભાવ રૂપિયા 26,400 હતો. તે વધીને આજે બપોરે રૂપિયા 26,900 થયા હતા. સોનાના બિસ્કીટમાં પણ રૂપિયા 5000નો તોતીંગ ઉછાળો થયો હતો.
સોનાના બિસ્કીટ પ્રતિ 100 ગ્રામના ભાવ રૂપિયા 2,64,000 હતા તે વધીને રૂપિયા 2,69,000ની સપાટીએ પહોંચ્યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં રૂપિયા 1000 વધી ગયા હતા. ગઈકાલે રાત્રે ચાંદી ચોરસા (1 કિલોના ભાવ) રૂપિયા 35,500 હતા તે વધીને આજે બપોરે રૂપિયા 36,500 થયા હતા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
