RBIએ 80:20 ગોલ્ડ ઇમ્પોર્ટ સ્કીમ રદ કરતા સોનુ સસ્તું થશે
નવી દિલ્હી, 29 નવેમ્બર : દેશની જ્વેલરી મેન્યુફેક્ચર અને માર્કેટિંગ કંપનીઓ માટે સરકાર તરફથી એક મોટા અને સારા સમાચાર આવ્યા છે. સરકારે જ્વેલર્સને મોટી રાહત આપતા ગોલ્ડ ઈમ્પોર્ટ પર 80:20 સ્કીમ હટાવવા માટેનો નિર્ણય લીધો છે.
આ સ્કીમ દૂર કરવા મુદ્દે કહેવામાં આવી રહ્યું છે કે આ નિયમનો મોટા પાયે દુરઉપયોગ થતો હોવાની અનેક ફરિયાદોના કારણે આ નિર્ણય લેવાયો છે. આરબીઆઈએ આ મામલામો અધિસૂચના જાહેર કરી છે. આ સ્કીમ ઓગષ્ટ 2013માં લાગુ થઈ હતી .
આરબીઆઈએ આ નિયમ બનાવ્યો હતો. આ નિયમ મુજબ ઈમ્પોર્ટેડ ગોલ્ડ ઓછામાં ઓછું 20% જવેલરીના સ્વરૂપે નિકાસ થાય. ત્યારે આરબીઆઈએ સોનાની આયાત ઓછી કરવા અને કેડ ઘટાડવાના ઉદ્દેશથી આ પગલું લીધું હતું.
શરૂઆતમાં 6 બેન્ક અને 3 નાણાંકીય સંસ્થાને ગોલ્ડ ઈમ્પોર્ટની મંજૂરી હતી. બાદમાં 4 બેન્ક અને સ્ટાર ટ્રેડિંગ હાઉસને પણ મળી સોનાની આયાતની મંજૂરી આપવામાં આવી હતી.
આ સ્કીમ હટવાના કારણો જોઈએ તો કેડ પર ચિંતા ઓછી થઈ એટલે ઈમરજન્સી ઉપાયોની જરૂરિયાત નથી રહી. તો બીજી તરફ સોનાની દાણચોરી કસ્ટમ વિભાગ માટે મોટી સમસ્યા બની હતી, સાથે જ સ્ટાર ટ્રેડિંગ હાઉસના ઈમ્પોર્ટમાં ગડબડીઓની ફરિયાદ મળી હતી.
ગોલ્ડ પર પ્રતિબંધના કારણે રૂપિયામાં કૃત્રિમ ઉછાળો આવ્યો હતો. તો ગોલ્ડ ઈમ્પોર્ટ પર પ્રતિબંધના કારણે દાણચોરી વધી હતી. સરકાર અને આરબીઆઈના મત મુજબ ગોલ્ડની વાસ્તવિક માંગ ઘટશે.

ગોલ્ડ ઈમ્પોર્ટના 80:20 નિયમ
ઓગષ્ટ 2013માં લાગુ થઈ હતી 80:20 સ્કીમ. આરબીઆઈએ બનાવ્યો હતો 80:20 નિયમ. ઈમ્પોર્ટેડ ગોલ્ડ ઓછામાં ઓછું 20% જવેલરીના સ્વરૂપે નિકાસ થાય. સોનાની આયાત ઓછી કરવા અને કેડ ઘટાડવાના ઉદ્દેશથી લીધું હતું પગલું. શરૂઆતમાં 6 બેન્ક અને 3 નાણાંકીય સંસ્થાને ગોલ્ડ ઈમ્પોર્ટની મંજૂરી હતી. બાદમાં 4 બેન્ક અને સ્ટાર ટ્રેડિંગ હાઉસને પણ મળી સોનાની આયાતની મંજૂરી.

શા માટે હટી 80:20 સ્કીમ?
કેડ પર ચિંતા ઓછી થઈ એટલે ઈમરજન્સી ઉપાયોની જરૂરિયાત નહિ. સોનાની દાણચોરી કસ્ટમ વિભાગ માટે મોટી સમસ્યા બની. સ્ટાર ટ્રેડિંગ હાઉસના ઈમ્પોર્ટમાં ગડબડીઓની ફરિયાદ મળી. પ્રતિબંધ હટાવવાથી ગડબડીઓ અટકશે.

શું ફાયદો?
આ પ્રતિબંધ હટાવવાથી ગડબડીઓ અટકશે. સાથે જ સસ્તા ક્રુડના કારણે કેડના મોર્ચે રાહત મળી છે. તો રૂપિયાની કિંમતમાં ઝડપથી વધારો સરકાર નથી ઈચ્છતી. ગોલ્ડ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ હટવાના કારણે રૂપિયાની કિમંતમાં તેજી પર અંકુશ આવશે.

અન્ય કારણો પણ છે
સસ્તા ક્રુડના કારણે કેડના મોર્ચે રાહત. રૂપિયાની કિંમતમાં ઝડપથી વધારો નથી ઈચ્છતી સરકાર. ગોલ્ડ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ હટવાના કારણે રૂપિયાની કિમંતમાં તેજી પર અંકુશ આવશે. ગોલ્ડ પર પ્રતિબંધના કારણે રૂપિયામાં કૃત્રિમ ઉછાળો આવ્યો હતો. ગોલ્ડ ઈમ્પોર્ટ પર પ્રતિબંધના કારણે દાણચોરી વધી હતી. સરકાર અને આરબીઆઈના મત મુજબ ગોલ્ડની વાસ્તવિક માંગ ઘટશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
