Gold Price Today: 80 હજારને પાર થશે સોનું, એક વર્ષમાં મળી શકે છે 20 ટકા રિટર્ન
Gold Price Today: અરબી દેશોમાં સર્જાયેલા યુદ્ધની હાલતના કારણે સોનાની કિંમતોમાં ભયાનક વધારો થઇ રહ્યો છે. સોનાની કિંમતો સાંભળીને ચક્કર આવવા લાગે છે. આજે ફરીથી સોનાની કિંમતો 72000ની પાર પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, મલ્ટી કમોડિટી એક્લચેન્જ પર સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોના સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 14.75 ટકાનો વધારો જોવા મળ્યો છે. 1 જાન્યુઆરી 2024ના રોજ સોનાની કિંમત 63920 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતી. આવા સમયે, 12 એપ્રિલના રોજ સોનાની કિંમત 73350 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી.
72000ને પાર સોનું - સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સોનાની કિંમત આસમાને પહોંચી ગઈ છે. આજે સોનાના ભાવ 72000 થી વધુ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.35 ટકા વધીને 72092 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ સિવાય ચાંદીની કિંમત 1.17 ટકાના વધારા સાથે 83780 રૂપિયા પ્રતિ કિલો છે.

20 ટકાથી વધુ વળતર આપી શકે છે સોનું - કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કડિયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્થિતિને જોતાં ભવિષ્યમાં પણ સોનામાં વધારો જોવા મળી શકે છે.
આ વર્ષે સોનું રોકાણકારોને 20 ટકાથી વધુ વળતર આપી શકે છે. જોકે, આમાં જોખમ રહે છે. આવા સમયે, નાણાકીય વર્ષ 2023-24માં સોનાએ રોકાણકારોને 18 ટકા વળતર આપ્યું છે.
80,000 રૂપિયા સુધી પહોંચી શકે છે સોનું - એક્સપર્ટ્સનું માનવું છે કે, જો મિડલ ઈસ્ટના દેશો આ યુદ્ધમાં સંપૂર્ણ રીતે ભાગ લેશે, તો સોનાના ભાવમાં વધુ વધારો થશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ સ્થિતિમાં સોનાની કિંમત 80,000ના સ્તરે પહોંચી શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
