સોની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂપિયા 25500 થઇ જશે!!!
મુંબઇ, 9 મે : ચમકતા સોનાની કિંમતો ચાલુ નાણાકીય વર્ષ 2014-15માં ઘટીને રૂપિયા 25,500થી રૂપિયા 27,500 પ્રતિ 10 ગ્રામના નિમ્ન સ્તરે આવી શકે છે. આ અનુમાન ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા લગાવવામાં આવ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર સોનાના સ્થાનિક ભાવમાં ઘટાડા માટે મુખ્યત્વે વૈશ્વિક બજાર જવાબદાર બનશે.
એજન્સીના જણાવ્યા અનુસાર વર્ષ 2014-15માં વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ હાલના 1,300 ડોલરથી ઘટીને પ્રતિ ગ્રામ 1,150થી 1,250 ડોલર રહેવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ હાલ રૂપિયા 29,500થી રૂપિયા 30,000ની રેન્જમાં ચાલી રહ્યો છે.

એજન્સીને આશા છે કે 2014-15માં અમેરિકા અને યુરોઝોનની જીડીપી વૃધ્ધિ વધુ મજબૂત થઇ શકે છે. જેના પરિણામે અન્ય ચલણ સામે અમેરિકન ડોલર મજબૂત બનશે. યુએસ ડોલર ઇન્ડેક્સ અને સોનાના ભાવ વચ્ચે સામાન્ય રીતે વ્યસ્ત સંબંધ હોય છે. આગામી સમયમાં અમેરિકામાં વ્યાજદર વધવાની શક્યતા છે. તેને લીધે પણ સોનામાં રોકાણ બિનઆકર્ષક બનશે.
વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીને પગલે ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનો રસ ઘટવાની શક્યતા છે. ઇન્ડિયા રેટિંગ્સના જણાવ્યા અનુસાર 2014-15માં વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીનું વલણ ધીમું પડશે.
રેટિંગ એજન્સીએ 2013ની તુલનામાં હાલ ફિઝીકલ માર્કેટમાં ઘણા નીચા પ્રિમીયમને કારણે સોનાના ભાવમાં ઘટાડાની આગાહી કરી છે. અમેરિકા અને ઇયુની અંદાજ કરતા નીચી જીડીપી વૃધ્ધિ, વિવિધ દેશો વચ્ચે તણાવ અને ચીનનાં આર્થિક બજારોની અનિヘતિતા સોનાના ભાવને 1,300 ડોલરની પાર પહોંચાડી શકે. છેલ્લા કેટલાક સમયથી રશિયા - યુક્રેન સંકટને પગલે સોનાના ભાવમાં થોડો ઉછાળો નોંધાયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
