Gold Rates Today: સોનુ-ચાંદી થયુ મોંઘુ, જાણો કેમ વધી રહ્યા છે ભાવ, તમારા શહેરમાં શું છે આજનો રેટ
સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અહીં જાણો તમારા શહેરમાં આજના રેટ અને ભાવ વધવાનુ કારણ.

Gold Rates Today: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મજબૂતી આવતા ઘરેલુ બજારમાં પણ તેની અસર દેખાઈ રહી છે. એમસીએક્સ પર સોનાનો એપ્રિલ વાયદો રૂ. 171ના વધારા સાથે રૂ. 59, 677 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ સિલ્વર મે વાયદો રૂ. 35ની નબળાઈ સાથે રૂ. 69,110 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાનો એપ્રિલ વાયદો રૂ. 59,506 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો હતો. જ્યારે ચાંદીનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ.68,838 બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે. સ્પોટ સોનું 7.27 ડૉલરની મજબૂતાઈ સાથે 1,983.91 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતુ જોવા મળી રહ્યુ છે. સ્પોટ સિલ્વર 0.05 ડૉલર વધી 22.56 ડૉલર પ્રતિ ઔંસ પર છે.
કેમ વધી રહ્યા છે સોનાના ભાવ
કેડીયા કોમોડિટીઝના અજય કેડિયાએ જણાવ્યુ કે સિલિકૉન વેલી બેંક સંકટ બાદ બજાર ફેડથી નરમ વલણની આશા રાખી રહ્યુ છે. જેના કારણે પશ્ચિમ દુનિયાની નાણાકીય મુશ્કેલીઓના પરિણામ સ્વરુપ સોનાની ખરીદીમાં વધારો થયો છે. સોનુ 60 હજાર રુપિયાને પારની મનોવૈજ્ઞાનિક સીમાથી આગળ તૂટી ગયુ છે. તે 61,200 તરફ વધી શકે છે અને પછી 62,550 પર રજિસ્ટર કરી શકે છે. નીચે તરફ 58200 સુધી જઈ શકે છે.
કેડિયાના જણાવ્યા મુજબ સોનાની કિંમતમાં ઉછાળા પાછળ ડૉલર ઈન્ડેક્સનુ તૂટવુ, ફેડ રેટ વધવાની આશા ખતમ થવી, મંદીનો ભાવ, અમેરિકી બેંકો ડૂબવી અને શૉર્ટ કવરિંગ જેવા 6 કારણો છે. બેંકના ડિફૉલ્ટના કારણે આખા ગ્લોબલ માર્કેટમાં ઘટાડાનો ડર છે. દુનિયાભરના દેશોના કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રહેવાને કારણે પણ સોનામાં તેજી જોવા મળી રહી છે.
સોનાનો ભાવ
મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, કેરળ, પુણે, વિજયવાડા, ભુવનેશ્વર, કટક, અમરાવતી, ગુંટુર, કાકીનાડા, તિરુપતિ, કુડ્ડાપાહ, અનંતપુર, વારંગલ, વિશાખાપટ્ટનમ, નિઝામાબાદ, રૌરકેલા, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, અને સંભલપુરમાં 22 કેરેટ સોનાનો દર 55,800 પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હી, જયપુર, લખનઉ, ચંદીગઢ, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં 22 કેરેટ સોનાનો ભાવ 54,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈ, કોઈમ્બતુર, મદુરાઈ, સાલેમ, વેલ્લોર, ત્રિચી અને તિરુનેલવેલીમાં 22 કેરેટ સોનાનો ભાવ 55,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ભિવંડી, લાતુર, વસઈ-વિરાર અને નાસિકમાં 22 કેરેટ સોનાનો ભાવ 54,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પટના, સુરત, મેંગ્લોર, દાવંગેરે, બેલ્લારી અને મૈસુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 54,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીનો ભાવ
મુંબઈ, દિલ્લી, કોલકાતા, પુણે, વડોદરા, અમદાવાદ, જયપુર, લખનઉ, પટના, નાગપુર, ચંદીગઢ, નાસિક, સુરત, ગુડગાંવ, ગાઝિયાબાદ, નોઈડા, ઔરંગાબાદ, કોલ્હાપુર, સોલાપુર અને લાતુરમાં ચાંદીના ભાવ રૂ. 72,000 પ્રતિ કિલો છે. છે. ચેન્નાઈ, કોઈમ્બતુર, મદુરાઈ, તિરુપુર, કાકીનાડા, ત્રિચી, તિરુનેલવેલી, સાલેમ, વેલ્લોર, નેલ્લોર, સંબલપુર, કટક, ગુંટુર, કુડ્ડાપહ, ખમ્મામ, વિશાખાપટ્ટનમ, રાઉરકેલા, વારંગલ, દાવણગેરે, બેલ્લારી, બેરહામપુર, અને અનંતપુરમાં ચાંદીનો ભાવ 74,600 રુપિયા પ્રતિ કિલો છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
