Global Expo: ટ્રક અને ટેક્સી ડ્રાઇવરો માટે નવી યોજના લાવશે મોદી સરકાર
Global Expo: વડપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024માં પહોંચ્યા હતા. જેમાં તેમણે ઓટોમોબાઇલ સેક્ટર સાથે જોડાયેલા લોકોનું સંબોધન કર્યું હતું.
આ સાથે જણાવવામાં આવ્યું કે, સરકાર ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે નવી સ્કીમ પર કામ કરી રહી છે. આ અંતર્ગત દેશભરમાં નેશનલ હાઈવે પર 1000 રેસ્ટ હાઉસ બનાવવામાં આશે. આનાથી ટ્રક અને ટેક્સી ચાલકોને મોટી રાહત મળશે.
વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, ટ્રક અને ટેક્સી ડ્રાઈવર્સ આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ ડ્રાઇવર્સ ક્યારેક કલાકો સુધી ટ્રક ચલાવતા રહે છે. આ સમય દરમિયાન તેઓ બિલકુલ આરામ કરી શકતા નથી.

ડ્રાઈવર્સની આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે નવી સ્કીમ પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ યોજના હેઠળ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આધુનિક ઈમારતોનું નિર્માણ કરવામાં આવશે. ડ્રાઇવર્સ અહીં આરામ કરશે.
ભારતને વિકસિત બનાવવામાં મોબિલિટી સેક્ટર મોટી ભૂમિકા ભજવશે - વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારત 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યાંક હાંસલ કરવામાં મોબિલિટી સેક્ટરનો મોટો ફાળો છે.
#WATCH | Delhi: At Bharat Mobility Global Expo 2024, PM Modi says "The drivers who drive trucks and taxis are an integral part of our social and economic system. Often these drivers drive trucks continuously for hours and hours, they do not have time for rest. The Central… pic.twitter.com/uJAf0C9kiE
— ANI (@ANI) February 2, 2024
આ સાથે તેમણે જણાવ્યું કે, સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન વૈશ્વિક સ્તરે મોબિલિટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેટરી અને ઇવી વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. હું બીજા કાર્યકાળમાં ઝડપી પ્રગતિ જોઈ રહ્યો છું.
લોકોએ આવીને ગ્લોબલ એક્સ્પો જોવો જોઈએ - વડાપ્રધાન મોદીએ આ ભવ્ય ઈવેન્ટ પર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના લોકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. આગળ કહ્યું કે હું બધા સ્ટોલ પર જઈ શક્યો નથી. પણ મેં જોયો દરેક સ્ટોલ ઘણો સારો હતો. હું દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે તેઓ આ એક્સ્પો જોવા આવે.
VIDEO | "First of all, I congratulate the automotive industry for this grand event. I couldn't visit all the stalls today, but whichever stall I saw, they were very impressive. I would like to ask people of Delhi to visit this Expo," says PM Modi at Bharat Mobility Global Expo. pic.twitter.com/vyDwuAoiMW
— Press Trust of India (@PTI_News) February 2, 2024












Click it and Unblock the Notifications
