Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે શું છે, જાણો અહીં લેટેસ્ટ રેટ
આજે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
નવી દિલ્લીઃ આજે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે રવિવારે ડીઝલના ભાવમાં 29થી 36 પૈસા જ્યારે પેટ્રોલના ભાવમાં 25થી 33 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરે દેશના બધા શહેરોમાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 39 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગ્યે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 99.43 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 102.39 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 108.43 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 100.01 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 103.07 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.95 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 106.51 રૂપિયા પ્રતિ લિટર
ગુવાહાટીઃ 98.28 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 99.48 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 110.88 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 98.04 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 90.77 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 98.48 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.87 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 99.04 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 96.34 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.40 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 99.73 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.19 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
ઉલ્લેખનીય છે કે ડીઝલ પાછલા 10 દિવસમાં 8 વખત મોંઘું થયું છે જ્યારે પેટ્રોલના ભાવમાં 5 વખત વધારો થયો છે. દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે, અહીં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી રહી છે. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑઈલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિત ઑઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સુધારો કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
