Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો, જાણો પેટ્રોલ સસ્તુ થયુ કે નહિ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જોકે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ચાલુ છે અને તે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે પરંતુ સ્થાનિક ઈંધણ કંપનીઓએ દેશમાં તેલના ભાવમાં વધારો કર્યો નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને જોતા એવુ માનવામાં આવી રહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે પરંતુ છેલ્લા ચાર મહિનાથી તેના દર સ્થિર છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 86.17 ડૉલર અને WTI ક્રૂડ પ્રતિ બેરલ 78.53 ડૉલર પર બંધ થયુ. તમને જણાવી દઈએ કે તેલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.81 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.65 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.59 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.82 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.36 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
