Fuel Rates: દેશમાં આ જગ્યાએ વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે રેટ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે દિવાળીના દિવસે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. દેશના ચાર મહાનગરોમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. યુપીના નોઈડામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. આજે નોઈડામાં પેટ્રોલની કિંમતમાં 31 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ અહીં એક લિટર પેટ્રોલની કિંમત 97 રૂપિયા અને ડીઝલની કિંમત 90.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ 93.50 ડૉલર પ્રતિ બેરલ અને WTI 85.05 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયુ છે. તમને જણાવી દઈએ કે 21 મેથી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
