Fuel Rates: ક્રૂડ ઓઈલ થયુ સસ્તુ, જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર શું થઈ અસર
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, ચેક કરો અહીં...
નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા એક-બે દિવસમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 93 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યુ છે. છેલ્લા 3 દિવસમાં બ્રેન્ટ ક્રૂડમાં લગભગ 11 ડૉલરનો ઘટાડો થયો છે. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. ત્રણ મહિનાથી વધુ સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. સરકારે દેશમાં 21 મેએ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ દેશભરમાં પેટ્રોલ 9.50 રૂપિયા તેમજ ડીઝલ 7 રુપિયા સસ્તુ થઈ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે અપડેટ કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.81 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.57 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 84.10 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.24 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.96 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 79.74 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.04 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
