Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર દિવસમાં ત્રીજી વાર કરાયો વધારો, જાણો તમારા શહેરના રેટ

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

નવી દિલ્લીઃ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાર દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના રેટ 80 પૈસા પ્રતિ લિટર વધારી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બર મહિના બાદથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહોતા. ત્યારબાદ મંગળવારથી ઈંધણના ભાવમાં વધારો શરુ થયો. બે દિવસ સુધી કિંમત વધ્યા બાદ ત્રીજા દિવસે ઈંધણ કંપનીઓએ ભાવ વધાર્યા નહોતા. હવે ચોથા દિવસે ત્રીજી વાર ઈંધણના ભાવ ફરીથી 80 પૈસા વધી ગયા છે. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 97.75 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 97.81 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 112.51 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 107.18 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 103.67 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 103.11 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 110.91 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 91.84 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 89.07 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 96.70 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 92.22 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 93.71 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.37 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.24 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત વધી ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ચડાવ-ઉતાર પાછળનુ કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X