નોટબંધી અંગે સરકારને ચેતવણી આપી હતી: રઘુરામ રાજન
આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું, નોટબંધી અંગે આપી હતી ચેતવણી.
થોડા સમય પહેલાં ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધી અંગેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી. એ માહિતી પરથી સ્પષ્ટ થયું હતું કે, 99 ટકા જૂની ચલણી નોટો પરત આવી ચૂકી છે. ત્યાર બાદ હવે એ સવાલ થઇ રહ્યો છે કે, જો મોટાભાગની રકમ સિસ્ટમમાં પરત આવી ગઇ હોય, તો કાળા નાણાં ક્યાં ગયા? આ અંગે આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નિવેદન આપ્યું છે. રઘુરામ રાજને આ અંગે કહ્યું કે, તેમણે સરકારને નોટબંધીને કારણે લાંબા ગાળે થનારા ફાયદા પર નોટબંધી પછી તુરંત થનાર નુકસાન હાવી થશે, એની ચેતવણી આપી હતી. કાળા નાણાં સિસ્ટમમાં પરત લાવવા માટે તેમણે નોટબંધી સિવાય બીજા વિકલ્પો અંગે પણ સૂચન કર્યું હતું.

રઘુરામ રાજને આ વાતો પોતાના આગામી પુસ્તક 'I Do What I Do: On Reforms Rhetoric and Resolve'માં લખી છે. આ પુસ્તક આવતા અઠવાડિયે બહાર પડશે. રાઘુરામ રાજને જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં ક્યારેય નોટબંધી અંગે નિર્ણય લેવાનું કહેવામાં નથી આવ્યું. રાજન અનુસાર, આરબીઆઇ તરફથી એ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી કે, યોગ્ય તૈયારીઓના અભાવને કારણે નોટબંધી બાદ શું નુકસાન થઇ શકે છે.
નોંધનીય છે કે, 5 સપ્ટેમ્બર, 2016ના રોજ રઘુરામ રાજનનો કાર્યકાળ સમાપ્ત થયો હતો અને નોટબંધીની જાહેરાત 8 નવેમ્બર, 2016ના રોજ થઇ હતી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી અનુસાર, કુલ 15.44 લાખ કરોડમાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇમાં પરત આવી ગયા છે, એટલે કે 99 ટકા રૂપિયા પરત આવ્યા છે. આ પરથી કહી શકાય કે, કાળા નાણાંને બહાર પાડવામાં નોટબંધીની નીતિ નિષ્ફળ રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
