નિર્મલા સીતારમણે વાંચ્યુ અત્યાર સુધીનુ સૌથી લાંબુ બજેટ, તબિયત ખરાબ હોવાના કારણે આપી નાની સ્પીચ
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં 2020-21નુ સામાન્ય બજેટ રજૂ કર્યુ. શનિવારે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલુ અત્યાર સુધીનુ સૌથી લાંબુ ભાષણ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં 2020-21નુ સામાન્ય બજેટ રજૂ કર્યુ. શનિવારે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલુ અત્યાર સુધીનુ સૌથી લાંબુ ભાષણ છે. નિર્મલા સીતારમણ સંસદમાં લગભગ 2 કલાક 40 મિનિટ સુધી બોલ્યા. જો કે તેમણે તબિયત ખરાબ હોવાના કારણે પોતાની બજેટ સ્પીચ ઓછી કરી દીધી. નિર્મલા સીતારમણે સવારે 11 વાગે લોકસભામાં બજેટ રજૂ કરીને જીએસટીને ઐતિહાસિક ગણાવ્યુ.

નિર્મલા સીતારમણનુ આ ભાષણ અત્યાર સુધીના ઈતિહાસનુ સૌથી લાંબુ બજેટ ભાષણ રહ્યુ. નિર્મલા સીતારમણે 2 કલાક 40 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યુ. આ પહેલા નિર્મલા સીતારમણે છેલ્લુ બજેટ ભાષણ 2 કલાક 17 મિનિટ સુધી આપ્યુ હતુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ 2020-21 માટે પોતાના બજેટ ભાષણની શરૂઆથ સવારે 11 વાગે કરી. ત્યારબાદ ભાષણને બપોરે 1.40 વાગે ખતમ કર્યુ. શબ્દના હિસાબે સૌથી લાંબુ બજેટ ભાષણનો રેકોર્ડ મનમોહનસિંહના નામે છે. તેમના 1991ના બજેટ ભાષણમાં 18,650 શબ્દો હતા. આ બાબતમાં અરુણ જેટલી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં નંબરે છે. સૌથી નાનુ ભાષણ 1977માં એચએમ પટેલે આપ્યુ હતુ. આ અંતરિમ બજેટ હતુ.
FM Sitharaman cuts short her Budget speech after feeling unwell towards fag end
— Press Trust of India (@PTI_News) February 1, 2020
વળી, બીજી તરફ બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત ખરાબ જોવા મળી. તે પૂરુ બજેટ ભાષણ વાંચી શક્યા નહિ. નાણામંત્રી લગભગ 2 પેજ વાંચ્યા વિના બેસી ગયા. પોતાના બજેટ ભાષણના છેલ્લા ભાગમાં તેમણે ઘણી વાર પાણી પીધુ, અવાજ પણ બેસેલો લાગવા માંડ્યો. વચમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર ઉઠીને તેમની પાસે પણ આવ્યા અને કદાચ તેમને દવા આપી. વળી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમને કહ્યુ કે જો નાણામંત્રી ઈચ્છે તો બેસી જાય. જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યુ, બે જ પેજ બચ્યા છે, હું વાંચી લઈશ પરંતુ થોડી વાર બાદ તે સભાપતિ પાસે મંજૂરી માંગીને બેસી ગયા.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
