સરકારે કેટલીય બેંકોના મર્જરનું એલાન કર્યું, હવે દેશમાં માત્ર 12 સરકારી બેંક રહી જશે
સરકારે કેટલીય બેંકોના મર્જરનું એલાન કર્યું, હવે દેશમાં માત્ર 12 સરકારી બેંક રહી જશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોટો ફેસલો લેતા બે બેંકોના પીએનબીમાં મર્જર કરવાનું એલાન કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે યૂનાઈટેડ બેંક અને ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સનું પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીમાં વિલય થશે. બીજી તરફ કેનરા બેંક અને સિંડિકેટ બેંકનું પણ પરસપર મર્જર કરવામાં આવશે. આવી જ રીતે યૂનિયન બેંક, આંધ્રા બેંક અને કૉરપોરેશન બેંકનું પણ મર્જર કરવામાં આવશે. ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકોનું પણ પરસ્પર મર્જર થશે. કેન્દ્ર સરકારના આ મોટા એલાનની સાથે જ હવે દેશમાં સરકારી બેંકોની સંખ્યા 18થી ઘટીને 12 રહી જશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એનબીએફસી કંપનીઓ માટે આંશિક ઋણ ગેરેન્ટી યોજના લાગૂ. 3300 કરોડ રૂપિયાની પૂંજીનું સમર્થન આપવામાં આવ્યું છે અને 30 હજાર કરોડ રૂપિયા આપવાની તૈયારી છે. બેંકોના વાણિજ્યિક ફેસલામાં સરકારની કોઈ દખલ નથી. નીરવ મોદી જેવા દગાબાજને રોકવા માટે સ્વિફ્ટ સંદેશાઓને કોર બેંકિંગ પ્રણાલી સાથે જોડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રના બેંકનું કુલ ફસાયેલ લોન ડિસેમ્બર 2018ના અંતમાં 8.65 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 7.9 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં સુધારથી લાભ દેખાવા લાગ્યા છે કેમ કે 2019-20ના પહેલા ક્વાર્ટરમાં તેમાં 14 બેંકોને ફાયદો નોંધાયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોમાં આ નવા વિલયની વાત કરતાં કહ્યું કે મોટી બેંકો પાસેથી લોન આપવાની ક્ષમતા વધે છે. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યૂનાઈટેડ બેંકના મર્જરથી બનતી બેંક પાસે 17.95 લાખ કરોડ રૂપિયાનો કારોબાર હશે અને તેની 11437 શાખા હશે. નાણામંત્રીએ કહ્યું કે કેનરા બેંક અને સિંડીકેટ બેંકનું મર્જર થશે અને તેનાથી 15.20 લાખ રૂપિયાના કારોબાર સાથે આ ચોથી સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક બનશે.
જ્યારે યૂનિયન બેંક, આંધ્રા બેંક, કોર્પોરેશન બેંકના વિલયથી આ દેશની પાંચમી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક બનશે, જેનો કુલ કારોબાર 14.59 લાખ કરોડ રૂપિયા હશે. જ્યારે બીજી તરફ ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકના વિલયથી 8.08 લાખ કરોડ રૂપિયાના કારોબાર સાથે આ સાર્વજનિક ક્ષેત્રની 7મી સૌથી મોટી બેંક બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
