1 જાન્યુઆરીથી Fastag ફરજીયાત, કેશલેશ થશે ટૉલ પ્લાઝા
1 જાન્યુઆરીથી Fastag ફરજીયાત, કેશલેશ થશે ટૉલ પ્લાઝા
નવી દિલ્હીઃ સરકારે ટૉલ પ્લાઝા પર ટોલ કલેક્શનને આસાન અને સુરક્ષિત બનાવવાની સાથે ટોલ પર લાગતા ટ્રાફિક ઝામથી છૂટકારો મેળવવા માટે તમામ ગાડીઓ માટે ફાસ્ટેગ ફરજીયાત કરી દીધો છે. સરકારે ટોલ પ્લાઝાએ કનેક્ટ થતી ગાડીઓ માટે ફાસ્ટેગ (Fastag) ફરજીયાત કરી દીધો છે. સરકાર તરફતી નોટિફિકેશન જાહેર કરી કહેવામાં આવ્યું કે 1 જાન્યુઆરી 2021થી બધા માટે ફાસ્ટેગ ફરજીયાત હશે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલય મુજબ 1 જાન્યુઆરી 2021થી તમામ ફોર વ્હિલર માટે ફાસ્ટેગ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

ફાસ્ટેગ ફરજીયાત
સરકારની કોશિશ છે કે ટોલ પ્લાઝા પર 100 ટકા ટોલની ચૂકવણી ફાસ્ટેગની મદદથી જ થાય. સરકાર આ પ્રયાસથી કેશની મદદથી ટોલ ટેક્સના ચલણને ખતમ કરવાની કોશિશ કરી રહી ચે. સરકાર ડિસેમ્બર 2020 સુધીમાં તમામ ટોલ પ્લાઝા કેશલેસ કરવા માંગે છે, જેથી નવા વર્ષમાં ફાસ્ટેગની મદદથી ટોલ ટેક્સની ચૂકવણીની પ્રક્રિયા સરખી રીતે ચાલી શકે.
જણાવી દઈએ કે ફાસ્ટેગની મદદથી ડિજિટલી રીતે ટોલ ચૂકવણી કરવામાં આવી રહી છે. આ એક ઈલેક્ટ્રોનિક ટૉલ કલેક્શન ટેક્નિક છે, જેમાં રેડિયો ફ્રીક્વેંસીની મદદથી સેંસરને રીડ કરી લે છે. ગાડીઓના આગળના કાચ પર લાગેલ ફાસ્ટેગ પર લાગેલા સેંસરથી ટોલ બૂથ પર તેને રીડ કરી લેવામાં આવે છે અને ડાયરેક્ટ ખાતામાંથી ટોલ ટેક્સ કપાય જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
