જાણો કેમ SIPમાં ન કરવું જોઈએ રોકાણ?
જો કોઈ ફંડ દોઢ-બે વર્ષથી સારું પ્રદર્શન ન કરી રહ્યા હોય, તો તેની અસર રોકાણકારના રોકાણ તેમજ તેના લક્ષ્ય પર પડે છે.
જો કોઈ ફંડ દોઢ-બે વર્ષથી સારું પ્રદર્શન ન કરી રહ્યા હોય, તો તેની અસર રોકાણકારના રોકાણ તેમજ તેના લક્ષ્ય પર પડે છે. જો કે દરેક રોકાણમાં જોખમ અલગ અલગ હોય છે, એટલે જ ફક્ત ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ફંડ બદલવાની સલાહ ન આપી શકાય. કેટલીકવાર એવું પણ થાય છે કે, શરૂઆતમાં કેટલાક ફંડનું પ્રદર્શન ખરાબ રહ્યું હોય, પરંતુ લાંબા ગાળે તેમાં સારો નફો મળ્યો હોય. રિલાયન્સ ગ્રોથ ફંડ-ગ્રોથ પ્લાન અને ફ્રેંકલિન પ્રાઈમા ફંડ આવા ફંડનું મજબૂત ઉદાહરણ છે.

જો બજાર નકારાત્મક દિશામાં જઈ રહ્યું હોય
આવી સ્થિતિમાં ખાસ પ્રકારના ફંડમાં જ રોકાણ કરવું જોઈએ, જે તમને લાંબા ગાળે સારું વળતર અપાવી શકે છે. કોઈ વિશેષ ફંડની રોકાણની રીત અને ફંડ મેનેજરમાં પરિવર્તન કોઈ પણ ફંડ મેનેજર ફંડના રોકાણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ફંડ મેનેજરનું પ્રદર્શન ‘આલ્ફા' ગુણોત્તર દ્વારા નક્કી કરવામાં આવે છે, આ ગુણોત્તર ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફડં પસંદ કરવાની સલાહ આપવાનો મહત્વનો માપદંડ છે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડમાં લિસ્ટેડ કંપની પણ મ્યુચ્યુઅલ ફંડની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક સારા મ્યુચ્યુઅલ ફંડના વળતરમાં ફંડ મેનેજરનો અનુભવ અને રોકાણ બંને મહત્વના છે. એટલા માટે જ કોઈ પણ ફંડ મેનેજરના બદલાવને SIPમાં રોકાણ ન કરવાનું કારણ ન માનવું જોઈએ. વ્યક્તિગત ફંડ મેનેજરના બદલે ફક્ત સારા અને મોટા એએમસી હાઉસમાં રોકાણ કરવું જોઈએ.

ફંડના ઉદ્દેશ્યમાં પરિવર્તન
ફંડ મેનેજર ગ્રાહકને તેના રોકાણના લક્ષ્યને લઈ સલાહ આપે છે, જો જે તે ફંડનો ઉદ્દેશ્ય બદલાઈ જાય તો રિટર્ન ઘટી શકે છે. આવી સ્થિતિમાં SIPના એવા ફંડમાં રોકાણ ઉત્તમ છે, જે તમારા લક્ષ્યને પુરુ કરી શકે. ફંડના ઉદ્દેશ્યમાં પરિવર્તન એ રોકાણકારનો જે તે ફંડમાંથી વિશ્વાસ પણ ડગાવી શકે છે.

એએમસી દ્વારા જાહેર યોજનાઓનો વિલય
વિલય ક્યારેય મોટા ફંડ હાઉસ કે કૉર હાઉસમાં નથી થતો, મોટો ભાગે તે નાના હાઉસમાં જ થાય છે. એટલે જ નાના ફંડ હાઉસમાં રોકાણ કરવું યોગ્ય નથી. જો વિલયની અસર રોકાણના લક્ષ્ય પર પડે તો SIP માટે બીજા ફંડની પસંદગી કરી લેવી જોઈએ.

રોકાણના પોર્ટફોલિયોમાં પરિવર્તન
રોકાણના પોર્ટફોલિયોમાં પરિવર્તનથી સકારાત્મક અને નકારાત્મક બંને અસર પડે છે, એટલે જે તેનું વધુ મહત્વ છે. નિવેશની રીત સ્થાનાંતરિત કરવાનું કારણ તપાસવું જોઈએ, કારણ કે તેના પરથી જ માર્કેટ વિશે અનુમાન કરી શકાય છે. તે ગ્રાહકને અન્ય રોકાણની સમીક્ષામાં મદદ કરી શકે છે.
SIPમાં રોકાણ ન કરવા માટે તમે કેટલાક અન્ય મુદ્દા અને કોઈ અન્ય માહિતી આપવા પણ ઈચ્છશો. SIP દ્વારા આપણે દર મહિને એક મર્યાદિત રકમનું રોકાણ કરીએ છીએ. આ રોકાણમાં મદદ માટે કેટલાક ફંડ હાઉસ રોકાણકારોને માસિક, દ્વિમાસિક, અને પાક્ષિક રોકાણની સુવિધા આપે છે.

એલર્ટ SIP
આ ઉપરાંત, સ્ટેપ અપ SIP રોકાણકારોને સમયાંતરે SIPની રકમ વધારવાની પણ મંજૂરી આપે છે. ‘એલર્ટ SIP' એ નિયમિત રોકાણ યોજનાનું એક સ્વરૂપ છે, જે બજારમાં ઘટાડા દરમિયાન રોકાણકારોને વધુ રોકાણ કરવા સતર્ક કરે છે.
‘સતત SIP'માં રોકાણ કારોને SIPની અંતિમ તારીખ પસંદ કરવાની જરૂરિયાત નથી પડતી, લક્ષ્ય પુરુ થઈ જવા પર રોકાણકાર ફંડ હાઉસને લેખિત સંદેશો આપીને SIPમાં રોકાણ અટકાવી શકે છે.
સામાન્ય રીતે જ્યારે SIPમાં રોકાણ કોઈ ખાસ લક્ષ્યના લીધે કરવામાં આવે અને જો લક્ષ્ય પુરુ થઈ જાય ત્યારે ગ્રાહકોએ SIPમાં રોકાણ બંધ કરી દેવું જોઈએ. અ વધારાના પૈસાનો ઉપયોગ અન્ય કામમાં કરવો જોઈએ. જો ગ્રાહક/રોકાણકાર તેને ચાલુ રાખવા ઈચ્છે અને બજારને લઈ આશાવાદી હોય તો તેમણે રોકાણ ચાલુ રાખવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
