રાંધણ તેલ સસ્તું થશે, ઘટાડી શકે છે સરકાર ટેક્સ
ખાદ્ય તેલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ માટે સરકાર ક્રૂડ પામ ઓઈલની આયાત પર કૃષિ ઈન્ફ્રા અને ડેવલપમેન્ટ સેસને ઘટાડીને પાંચ ટકાથી ઓછી કરવાનો વિચાર કરી રહી છે. આ કપાત કેટલી હશે તે સ્પષ્ટ નથી.
ખાદ્ય તેલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ માટે સરકાર ક્રૂડ પામ ઓઈલની આયાત પર કૃષિ ઈન્ફ્રા અને ડેવલપમેન્ટ સેસને ઘટાડીને પાંચ ટકાથી ઓછી કરવાનો વિચાર કરી રહી છે. આ કપાત કેટલી હશે તે સ્પષ્ટ નથી. તાજેતરમાં સેસ 7.5 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો હતો. અમુક ઉત્પાદનો પર મૂળભૂત કર પછી સેસ વસૂલવામાં આવે છે. તેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ખર્ચે થાય છે.
બ્લૂમબર્ગના મતે ભારતમાં ખાદ્યતેલના ભાવ છેલ્લા બે વર્ષથી વધી રહ્યા છે. રસિયા-યુક્રેન યુદ્ધ બાદ સૂર્યમુખી તેલની નિકાસ બંધ થઈ ગઈ છે. ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં પામ ઓઈલ અને સોયાબીન ઓઈલના વૈશ્વિક ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જોકે, ભારતે કિંમતોને અંકુશમાં લેવા માટે ઘણા પગલાં લીધા છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી. ભારત તેની વનસ્પતિ તેલની કુલ જરૂરિયાતના 60 ટકા આયાત કરે છે.

સરકાર પાસે કોઈ વિકલ્પ નથી
સૂત્રોનું કહેવું છે કે, ખાદ્યતેલના ભાવમાં રાહત આપવા માટે સરકાર પાસે સેસ ઘટાડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ અંગે ચર્ચા ચાલી રહીછે. જોકે, ગ્રાહક મંત્રાલય ખાદ્ય તેલના ભાવ અને સંગ્રહ પર નજર રાખી રહ્યું છે.

હવે 35 ટકા છે આયાત ડ્યુટી
રાઈન બ્રાન ઓઈલ અને ઓલિવ ઓઈલ જેવા કેટલાક મોટા ખાદ્ય તેલ પર હજૂ પણ 35 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગે છે. તેને 30 ટકા સુધીલાવવાની યોજના છે.

ખાદ્ય તેલનો પૂરતો સ્ટોક : સુધાંશુ પાંડે
ઈન્ડોનેશિયાની સરકાર પામ ઓઈલની નિકાસ અંગે 15 થી 20 મે દરમિયાન સમીક્ષા બેઠક યોજવાની છે. એવી અપેક્ષા રાખવામાં આવે છેકે, પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવશે. હાલમાં જ ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, પ્રતિબંધ હટાવ્યા બાદ પામ ઓઈલનોપુરવઠો પહેલાની જેમ જ પાછું આવશે. તેનાથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે. સરકાર પાસે 40-45 દિવસ માટે પૂરતો ખાદ્ય તેલનો સ્ટોકછે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
