પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવા જરૂરી છે આ દસ્તાવેજો
પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય - PMJDY) અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જો કે સરકારએ એક વર્ષ સુધી આધાર કાર્ડ વિના પણ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવાની સુવિધા પ્રદાન કરી છે.
આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ જણાવ્યું છે જેમની પાસે સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજો નથી તેઓ 'સ્મોલ એકાઉન્ટ' ખોલાવી શકશે.
સ્મોલ એકાઉન્ટ બેંકના માન્ય અધિકારી સમક્ષ સ્વપ્રમાણિત ફોટોગ્રાફ્સની સાથે ખોલાવી શકાશે. જો કે સ્મોલ એકાઉન્ટની કેટલીક મર્યાદા છે. જેના કારણે એક વર્ષમાં તેમાં રૂપિયા 1 લાખથી વધારેની રકમ મૂકી શકાશે નહીં. આ ઉપરાંત એક મહિનામાં રૂપિયા 10,000થી વધારેની રકમનો ઉપાડ કરી શકાશે નહીં. આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં રૂપિયા 50,000નું બેલેન્સ રાખવું પડશે.

આ ખાતુ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. સ્મોલ એકાઉન્ટના ખોલાવ્યા બાદ 12 મહિનાની અંદર જો વ્યક્તિ જરૂરી દસ્તાવેજો આપે છે તો આ એકાઉન્ટ વધુ 12 મહિના માટે લંબાવવામાં આવશે.
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે સત્તાવાર રીતે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની યાદી આ મુજબ છે...
1. જો વ્યક્તિ પાસે આધાર કાર્ડ કે આધાર નંબર હશે તો અન્ય કોઇ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. જો સરનામુ બદલાશે તો સ્વપ્રમાણિત એડ્રેસપ્રુફ આપવાનું રહેશે.
2. આધાર કાર્ડ ના હોય તો નીચેનામાંથી કોઇપણ એક દસ્તાવેજ ચાલશે...
A) વોટર આઇડી કાર્ડ
B) ડ્રાઇવિંગ લાઇસન્સ
C) પાન કાર્ડ
D) પાસપોર્ટ અને NREGA કાર્ડ
3. જો વ્યક્તિ પાસે ઉપરોક્ત એક પણ દસ્તાવેજ ના હોય પણ બેંકે તેને લૉ રિસ્ક વ્યક્તિ જાહેર કરી હોય તો તેઓ નીચેના દસ્તાવેજોમાંથી એકના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી શકશે.
4. અરજદાતાના ફોટોગ્રાફ્સ સાથે કેન્દ્ર કે રાજ્ય સરકારના વિભાગ, રેગ્યુલેટરી ઓથોરિટી, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક્સ અને પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ.
5. આ ઉપરાંત ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રની મદદથી અરજદાતા પોતાના ફોટોગ્રાફ સાથે ખાતુ ખોલાવી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
