તમને ખબર છે? સોનાના ઘરેણાંમાં હોલમાર્કના સ્થાને પ્યોરિટી માર્ક આવશે?
નવી દિલ્હી, 8 ડિસેમ્બર : શું આપ જાણો છો કે આવનારા સમયાં સોના-ચાંદીના ઘરેણાની શુદ્ધતાની ખાતરી આપવા માટે હોલમાર્ક નહી પરંતુ શુધ્ધતા માર્ક લગાવવામાં આવશે? કેન્દ્ર સરકારે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા હોલમાર્કનું નામ બદલવા વિચાર કર્યો છે. આનાથી લોકોને સોના-ચાંદીની શુધ્ધતાની ઓળખ કરવામાં સરળતા રહેશે.

આ અંગે કેન્દ્રીય માનક બ્યુરો ટુંક સમયમાં અમલ પણ શરૂ કરી દેશે. કેન્દ્રીય ઉપભોકતા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને બીઆઇએસ અને મંત્રાલયના અધિકારીઓને ટુંક સમયમાં નામ બદલવાના નિર્દેશો આપી દીધા છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે મોટાભાગના લોકો હોલમાર્કનો અર્થ સમજી શકતા નથી તેથી તેનુ નામ સરળ બનાવવામાં આવશે. શુધ્ધતાની મહત્તાને લોકો જાણે છે અને તેના નિશાનને સરળતાથી ઓળખી શકે છે. સાથોસાથ પાસવાને રાષ્ટ્રીય ઉપભોકતા વિવાદ નિવારણ પંચનું નામ બદલવાના પણ નિર્દેશો આપ્યા છે.
પાસવાને કહ્યુ છે કે તેનુ નામ માત્ર રાષ્ટ્રીય ગ્રાહક પંચ હોવુ જોઇએ કે જેથી ગ્રાહકો સમજી શકે કે આ અમારા હિતોની રક્ષા માટે છે અને તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે. આનાથી છેતરપીંડી પણ અટકશે.
કેન્દ્ર સરકાર ગ્રાહકોના હિતોની રક્ષા માટે ગ્રાહક સંરક્ષણ એકટમાં પણ ફેરફારો કરશે. ટુંક સમયમાં આ બાબતે સંસદમાં ખરડો પણ આવશે. પ્રસ્તાવિત ફેરફારમાં ગ્રાહક ફોરમ અને કમીશનને વધુ અધિકારો આપવામાં આવશે અને એ પણ નક્કી કરાશે કે કેટલા સમયમાં ગ્રાહકને ન્યાય મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
