માત્ર 16 હજારમાં 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા', IRCTCની વિશેષ ઑફર, સાબરમતીથી ઉપડશે, જાણો ટૂર પેકેજ
Divya Dakshin Darshan Yatra: હિંદુ ધર્મમાં ધાર્મિક યાત્રા પર જવાનુ અનેરુ મહત્વ છે. મોટાભાગના લોકો આ શુભ પ્રવાસ પર જવાની ઈચ્છા ધરાવતા હોય છે. IRCTC તમારા માટે ધાર્મિક પ્રવાસ પેકેજ લઈને આવ્યું છે. જેની મદદથી તમે સરળતાથી અને સસ્તા દરે ધાર્મિક યાત્રા કરી શકો છો.
IRCTCએ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યુ છે કે તમે માત્ર 15,900 રૂપિયામાં 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' કરી શકો છો. IRCTC અનુસાર, શ્રદ્ધાળુઓ રામેશ્વરમ, તેિરુપતિ, કન્યાકુમારી, મદુરાઈની મુલાકાત લઈ શકે છે. આ યાત્રા 23 જૂનથી શરૂ થશે, જે 30 જૂન સુધી ચાલશે. આ દિવ્ય યાત્રા કુલ 8 દિવસ અને સાત રાત સુધી ચાલશે.

આ યાત્રા અંતર્ગત ભક્તો દક્ષિણ ભારતના મુખ્ય તીર્થસ્થાનોની મુલાકાત લઈ શકશે. મુખ્ય મંદિરોની પણ મુલાકાત લઈ શકશે. આ યાત્રાનું નામ 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' છે. આ પ્રવાસ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા કરવામાં આવશે. IRCTCએ આ માટે બે રેટ નક્કી કર્યા છે.
સ્લીપર ક્લાસ માટે દરેક પેસેન્જરે 15 હજાર 900 રૂપિયા ચૂકવવા પડશે અને થર્ડ એસી માટે દરેક પેસેન્જરે 27 હજાર 500 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં યાત્રીઓ માટે રહેવા, ખાવા-પીવાની સુવિધા ફ્રી રહેશે. ફરવા માટે બસ પણ ફ્રી રહેશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન ગુજરાતના સાબરમતીથી દોડશે.
ટૂર તારીખ - 23 જૂન 2023
ટૂર સમાપ્તિ તારીખ - 30 જૂન 2023
ટૂર પૅકેજનું નામ - દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા
દર્શન સ્થાન - તિરુપતિ, કન્યાકુમારી, રામેશ્વરમ અને મદુરાઈ
ક્લાસ - એસી - સ્લીપર
Immerse yourself in devotion at some of the most venerated temples of South India on the Divya Dakshin Darshan Yatra.
— IRCTC (@IRCTCofficial) May 26, 2023
Book Now on https://t.co/P7WBplBhAC
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
