ડીઝલ 25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું, જાણો કોને થશે અસર
છેલ્લા 137 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર છે, ત્યારે આજે તેલ કંપનીઓએ જથ્થાબંધ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેલ કંપનીઓએ આજેબલ્ક ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
Diesel Price : છેલ્લા 137 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર છે, ત્યારે આજે તેલ કંપનીઓએ જથ્થાબંધ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેલ કંપનીઓએ આજેબલ્ક ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે, જે બાદ તેલ કંપનીઓએ આજેજથ્થાબંધ ડીઝલ ખરીદનારા ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે.

ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો
રાહતની વાત એ છે કે પેટ્રોલ પંપ પર છૂટક ખરીદદારો માટે દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, છૂટક ઉપભોક્તા એટલે કે તમને આ વધેલી કિંમતનીઅસર નહીં થાય.
25 રૂપિયા પ્રતિ લીટરના આ વધારા બાદ ડીઝલની કિંમત બલ્ક ગ્રાહકો માટે 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. મુંબઈમાં જથ્થાબંધ ગ્રાહકોનેવેચવામાં આવતા ડીઝલની કિંમત હવે વધીને 122.05 લીટર થઈ ગઈ છે, જ્યારે છૂટક ગ્રાહકોની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
આવા સમયે, દિલ્હીમાંડીઝલની કિંમત બલ્ક ગ્રાહકો માટે 115 રૂપિયા પ્રતિ લીટર અને છૂટક ગ્રાહકો માટે 86.67 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બર 2021થીપેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

આ વધારાથી કોને અસર થશે?
ઉલ્લેખનીય છે કે, ડીઝલની કિંમતોમાં વધારાની અસર માત્ર જથ્થાબંધ વેપારીઓ પર પડશે. આ જથ્થાબંધ વેપારીઓમાં સરકારી બસનો કાફલો, મોલ, એરપોર્ટ, પાવરજનરેશન ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે, જેઓ મોટી માત્રામાં ડીઝલ મેળવે છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ પણ ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતા માટે પેટ્રોલઅને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેલ કંપનીઓએ 137માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી.

SMSથા તમારા શહેરમાં ડીઝલની કિંમત
જો તમે પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વિશે જાણવા માગો છો, તો તમે SMS દ્વારા જાણી શકો છો. આ માટે તમારે એક નંબર પર મેસેજ મોકલવોપડશે.
ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP <�ડીલર કોડ> લખીને 9224992249 પર SMS મોકલવાનો રહેશે, જ્યારે HPCL ગ્રાહકોએ 9222201122 નંબર પર HPPRICE <�ડીલર કોડ> મોકલવાનો રહેશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
