ઓનલાઈન ડીમેટ ખાતું ખોલતા પહેલા જાણી લો આ જરૂરી વાત
જો તમે ડીમેટ અકાઉન્ટ દ્વારા ઓનલાઈન ટ્રેડિંગ કરવા ઈચ્છી રહ્યા છો તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ.
જો તમે ડીમેટ અકાઉન્ટ દ્વારા ઓનલાઈન ટ્રેડિંગ કરવા ઈચ્છી રહ્યા છો તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ 31 માર્ચ 2018ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં લગભગ 37.6 લાખ નવા ડીમેટ ખાતા ખુલ્યા છે. આ ડેટા 2007-08માં 30 લાખના રેકોર્ડને તોડી ચૂક્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં શેરબજારમાં તેજીનો ફાયદો ઉઠાવવા માટે કેટલાક રોકાણકારો સીધા માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. જો તમે પણ સીધા શેરમાં રોકાણ કરતા હો તો ઓનલાઈન ટ્રેડિંગ અને ડીમેટ અકાઉન્ટ ખોલીને રોકાણ કરી શકો છો. HDFC સિક્યોરિટીઝ, ICICI ડાયરેક્ટ, એક્સિસ ડાયરેક્ટ, ફેયર્સ અને જિરોધા જેવા કોઈ પણ બ્રોકરેજ પાસે જઈને ખાતા ખોલાવી શકે છે.

શેરમાં સીધા રોકાણ કરવા માટે જરૂરી છે 3 ખાતા
જો તમે ઓનલાઈન ટ્રેડિંગ કરવા ઈચ્છતા હો તો શેરમાં સીધું રોકાણ કરવા માટે તમારી પાસે ત્રણ ખાતા હોવા જરૂરી છે. તેમાં બેન્ક ખાતુ, ટ્રેડિંગ ખાતું અને ડિમેટ ખાતુ મહત્વના છે. કહેવાય છે કે ટ્રેડિંગ વગર ડિમેટ ખાતુ અધુરુ છે. ડિમેટ ખાતામાં તમે ફક્ત ડિજિટલ રીતે શેર રાખી શકો છો.

ટ્રેડિંગ ખાતા સાથે અહીં પણ કરી શક્શો રોકાણ
ટ્રેડિંગ અકાઉન્ટ સાથે તમે શેર, આઈપીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને સોનામાં રોકાણ કરી શકો છો. જે બાદ તમે તેને ડિમેટ ખાતામાં રાખી શકો છો. ડિમેટ અકાઉન્ટમાં શેરને રાખવાનું કામ ડિપોઝિટીરી પાર્ટિસિપેન્ટ કરે છે. તેમાં નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ (CSDL) સામેલ છે.

આ રીતે થાય છે પૈસા ટ્રાન્સફર
સૌથી પહેલા તમારા સેવિંગ્સ બેન્ક અકાઉન્ટથી ટ્રેડિંગ અકાઉન્ટમાં પૈસા આવે છે. ટ્રેડિંગ અકાઉન્ટનું પોતાનું ખાસ આઈડી હોય છે. આ ખાતા દ્વારા શેરનું ખરીદ વેચાણ કરી શકાય છે. આ ઉપરાંત જેટલા શેર વેચાય કે ખરીદાય છે તે ડિમેટ ખાતામાં દેખાય છે. તો ડિમેટ ખાતામનો ઉપયોગ બેન્કની જેમ જ થાય છે. જ્યાં શેર જમા કરવામાં આવે છે.

બ્રોકરેજ ફર્મની ફી વિશે મેળવો માહિતી
જે રીતે કોઈ પણ સ્કીમ કે રોકાણ યોજનામાં પૈસા રોકવા પર ચાર્જ અલગથી ચૂકવવો પડે છે, વી જ રીતે ડિમેટ ખાતા બદલ પણ ચાર્જ આપવો પડે છે. અહીં બ્રોકરની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાતું ખોલવાની ફી અને બ્રોકિંગ ચાર્જ ઉપરાંત ટ્રાંઝેક્શન ચાર્જ પણ ચેક કરવો જોઈએ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
