બદલાઈ ગયા Credit Card ના નિયમો, જાણો નવા નિયમની તમારા પર શું અસર થશે?
સમયે સમયે આરબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરે છે. આ ક્રમમાં આરબીઆઈએ હાલમાં જ ક્રેડિટ કાર્ડના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરેલા ફેરફારોમાં ઘણા તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે, જેના વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

બેંક દ્વારા જારી કરાયેલા નવા નિયમ અનુસાર, હવે તમે તમારી સુવિધા અનુસાર તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ અથવા સ્ટેટમેન્ટની તારીખ બદલી શકો છો.
જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈપણ ચુકવણી કરો છો ત્યારે તમને ક્રેડિટ કાર્ડ કંપની દ્વારા સમયગાળો આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન થયેલા તમામ ખર્ચાઓ ઉમેરીને કંપની દ્વારા એક બિલ તૈયાર કરવામાં આવે છે અને આ બિલ ગ્રાહકને નિશ્ચિત તારીખે આપવામાં આવે છે.
એકવાર કંપની દ્વારા બિલ જનરેટ થઈ જાય તમારે તેને 15 થી 20 દિવસમાં ચૂકવવું પડે છે. આ માટે બેંક દ્વારા તમને એક નિયત તારીખ પણ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને બિલિંગ સાયકલ કહેવામાં આવે છે.
તમે તમારા બિલની તારીખ જાતે સેટ કરી શકશો
અત્યાર સુધી ગ્રાહકના બિલ બનાવવાની તારીખ બેંક અને ક્રેડિટ કાર્ડ નેટવર્ક દ્વારા નક્કી કરવામાં આવતી હતી. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમો અનુસાર હવે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ ઓછામાં ઓછા એક વખત પોતાના ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાઈકલ બદલી શકશે.
આનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે કારણ કે હવે તેઓ તેમના પગાર મુજબ અથવા તેમની સગવડતા મુજબ તેમની બિલિંગ તારીખ નક્કી કરી શકશે, જેથી તેમને બેંકના લેણાં ભરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ સિવાય તમે ક્રેડિટ કાર્ડમાં વ્યાજ મુક્ત સમયને મહત્તમ સુધી વધારી શકો છો.
આ સિવાય જો તમારી પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ છે તો હવે તમે એક જ તારીખે તેમની બિલ્ડિંગ સાઇકલ સેટ કરી શકો છો અને એકસાથે તમામ ક્રેડિટ કાર્ડના પૈસા ચૂકવી શકો છો. આ સાથે તમારે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં વારંવાર સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ બદલવાની પ્રક્રિયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમો અનુસાર તમે બિલિંગ સાઈકલમાં ફેરફાર કરી શકો છો પરંતુ તે પહેલા તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જે અંતર્ગત તમારે ક્રેડિટ કાર્ડના બિલિંગ સાયકલમાં ફેરફાર કરતા પહેલા તમારા અગાઉના લેણાંની ચુકવણી કરવી પડશે.
આ પછી તમે તમારા ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેરમાં કૉલ કરીને તમારી સુવિધા અનુસાર તમારી બિલિંગ સાયકલ બદલી શકો છો.
જેમ કે જો તમે તમારી બિલિંગ સાઇકલ 18મી તારીખે બેંકમાં રાખી છે અને તમારી સેલેરી 1લી તારીખે આવી રહી છે તો તમે તમારી બિલિંગ સાઇકલ 29મીથી 30મી સુધી પણ રાખી શકો છો. જેના કારણે તમારું બિલ સમયસર ચૂકવાશે અને CIBIL સ્કોર પર કોઈ ખાસ અસર નહીં થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
