Couple Money Management Tips : વેલેન્ટાઈન ડે પર કપલે શીખી લેવી જોઈએ આ મની મેનેજમેન્ટ ટિપ્સ, લાઈફ આસાન થઈ જશે
કહેવાય છે કે પ્રેમથી પેટ નથી ભરાતુ. આ જ કારણ છે કે પ્રેમ સાથે સાથે લાઈફને સામાન્ય બનાવવા માટે રૂપિયા પણ જરૂરી છે. એટલે જ આજે અમે વેલેન્ટાઈન ડે ના દિવસે કપલ માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છે.
ઘણી વખત ખોટા નાણાકીય આયોજનને કારણે ખર્ચા વધે છે અને કપલ વચ્ચે ટેન્શન વધે છે. આની અસર સંબંધો પર પડે છે. આ જ કારણ છે કે ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા મની મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે.

ઘણીવાર લોકો પૈસાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે અને આવી સમસ્યાઓ તેમના પરિવારના સભ્યો સાથે શેર કરી શકતા નથી. પરંતુ લગ્ન પછી આ સ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે. કારણ કે પછી તમારે તમારી તમામ નાણાકીય માહિતી શેર કરવી પડે છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ખાસ કરીને નવા પરિણીત યુગલોએ શરૂઆતમાં નાણાકીય આયોજનને ધ્યાનમાં રાખવું જોઈએ, જેથી તેમને પછીથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. સામાન્ય રીતે યુગલો આવા મુદ્દાઓ પર ચર્ચા કરતા નથી, જે ગેરસમજ તરફ દોરી જાય છે.
આ જ કારણ છે કે થોડા દિવસો પછી જ્યારે હનીમૂનનો સમયગાળો સમાપ્ત થાય ત્યારે લોકો ધીમે ધીમે વધેલા ખર્ચ અને અન્ય નાણાકીય ટેવો વિશે જાગૃત થાય છે. આ સ્થિતિમાં તમારા પર નાણાકીય ભાર ખૂબ વધી શકે છે.
એકબીજા સાથે વાત કરવી જરૂરી
ઉલ્લેખનિય છે કે, કપલ્સે તેમની આર્થિક આદતો સુધારવા ઘણી વસ્તુઓ કરવી પડે છે. પ્રથમ અને સૌથી અગત્યની બાબત એ છે કે સાથે બેસીને આ મુદ્દાઓ વિશે વાત કરવી જરૂરી છે. જેથી તમે એકબીજાની નાણાકીય આદતો અને અભિગમને સમજી શકો. આનાથી ભવિષ્યની વ્યૂહરચના બનાવવાનું વધુ સરળ બને છે.
નાણાકીય લક્ષ્યો નક્કી કરવા જરૂરી
આ પછી તમારે તમારા લક્ષ્યો નક્કી કરવા જોઈએ કે આગળ શું કરવાનું છે અને તેના માટે કેટલા પૈસાની જરૂર પડશે. આ એટલા માટે પણ છે કારણ કે દરેક વ્યક્તિના પોતાના નાણાકીય લક્ષ્યો હોય છે.
તમારે તમારા પગાર અનુસાર તમારું લક્ષ્ય નક્કી કરવું પડશે. આ પછી તમે તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. જો બંને ભાગીદારો કમાણી કરતા હોય તો તેઓ એકબીજા સાથે વાત કરી શકે છે અને સંમત થઈ શકે છે અને નાણાકીય લક્ષ્યો નક્કી કરી શકે છે.
આમાં ઘર ખરીદવું, બાળકોનું શિક્ષણ, વિદેશ પ્રવાસ, મોંઘી કાર ખરીદવી અને બાળકોનું ભવિષ્ય અને ધ્યેયો સામેલ હોઈ શકે છે.
ખર્ચ પર નજર રાખો
કપલે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ પૈસા ક્યાં રોકાણ કરી શકે છે. ખર્ચની પેટર્નને સમજીને તમે બિનજરૂરી ખર્ચ ટાળી શકો છો અને તે પૈસા બચાવી શકો છો અને તેને કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ રોકાણ કરી શકો છો. આ રીતે તમે બિનજરૂરી ખર્ચમાંથી છૂટકારો મેળવશો, જેના કારણે નાણાકીય વ્યવસ્થાપનમાં કોઈ સમસ્યા નહીં આવે. જો તમને પૈસા મેનેજ કરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે એકબીજા સાથે વાત કરીને એકબીજાને મદદ કરી શકો છો.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નિયંત્રિત કરો
તમારે વ્યક્તિગત ક્રેડિટ કાર્ડ અને એકંદર ક્રેડિટ વપરાશને નિયંત્રણમાં રાખવો જોઈએ. જો તમે આવું ન કરો તો તમારું બજેટ સંપૂર્ણપણે ડગમગી શકે છે. આ સ્થિતિમાં જો ખર્ચ ખૂબ વધી જાય તો તમારે બિલ ચૂકવવા માટે લોન લેવી પડી શકે છે. આ કારણે તમારે તમારા ખર્ચાઓ પર અગાઉથી નિયંત્રણ રાખવું જોઈએ, જેથી તમારા લગ્ન જીવન પર તેની નકારાત્મક અસર ન પડે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
